|
પરિચય:
ભાવનગર જિલ્લો એ ભારત દેશનાં પશ્વિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહ ગોહિલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી.ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતુ. ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલ છે. ભાવનગર જિલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી પી.એલ.માલ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવે છે.
ભાવનગર જિલ્લા ખાતે જિલ્લા પોલીસતંત્રમાં ૧ પોલીસ અધિક્ષક, ૪ નાયબ પોલીસ અધિક્ષક જેમાં જિલ્લાના ૩ ડિવિઝન ભાવનગર શહેર,પાલીતાણા,મહુવાઆવેલાં છે. ત્રણે ડિવિઝન નીચે એક-એક સી.પી.આઈ.આવેલાં છે. સી.પી.આઇ. ભાવનગર રૂરલ, સી.પી.આઇ.પાલીતાણા, સી.પી.આઇ. તળાજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર શહેર નીચે ૧૦, નાયબ પોલીસ અધિક્ષક પાલીતાણા નીચે ૮ અને નાયબ પોલીસ અધિક્ષક મહુવા નીચે ૭ પોલીસ સ્ટેશન કાર્યરત છે. એમ ભાવનગર જિલ્લામાં હાલ કુલ ૨૫ પોલીસ સ્ટેશન કાર્યરત છે.
તારીખ ૨૧/૦૮/૨૦૧૫ ના રોજ જુનાગઢ વિભાગ, જુનાગઢ રેન્જ માંથી નવી બનવા પામેલ ભાવનગર વિભાગ, ભાવનગર રેન્જમાં હાલ પોલીસ અધિક્ષક ભાવનગર જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.
|
|