હું શોધું છું

હોમ  |

પાસપોર્ટ રીસિવિંગ સેંટર
Rating :  Star Star Star Star Star   

પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર

·         રાજકોટ પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર ખાતે પાસપોર્ટ સુવિધા માટે નીચેની વિગતો અરજદારશ્રીએ રજૂ કરવાની રહેશે.

·        પાસપોર્ટ ઇ-ફોર્મ ડાઉનલોડ કરવા માટે  www.passportindia.gov.in  સાઇટનો ઉપયોગ કરી શકાશે.

·         પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર કચેરી રાજકોટ,વડોદરા,અમદાવાદ PSP ખાતે કાર્યરત છે. ઓન લાઇનમાં મળેલ સમય પ્રમાણે અરજદારોની પાસપોર્ટ અરજી સ્વીકારવામાં આવે છે. જેથી અરજદારોને અમદાવાદ રિજયોનલ પાસપોર્ટ કચેરી ખાતે જવાની આવશ્યકતા રહેતી નથી. અરજદારે જાતેથી ઓન લાઇન ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ,વડોદરા,અમદાવાદના વિજય ચાર રાસ્તા,મીઠાખળી PSP કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે. તદ્ઉપરાંત જરૂરી માહિતી નીચે મુજબ છેઃ

·      અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (જો કોઈ અભણ વ્યક્તિ હોય તેમ જ સને.૧૯૮૯ કે ત્યાર બાદમાં જન્મ થયેલ હોય તો જન્મનો દાખલો અરજદારના પોતાના પૂરાં નામ-સરનામાંવાળો રહેઠાણનો ઓછામાં ઓછો બાર માસનો પુરાવો, જેમાં રેશન કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, તલાટી મંત્રી, સિટી મામલતદારનું રહેઠાણનું પ્રમાણપત્ર તેમજ અરજદાર ધોરણ-૧ર પાસ હોય તો પાસિંગ સર્ટિફિકેટ તેમ જ અન્ય કોઈ ડિગ્રી સર્ટિફિકેટ હોય તો જોડી શકે છે.બેંકીંગ ઓનલાઇન અથવા ચલણ અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડથી રૂ.૧૫૦૦/- ફી ભરવાની રહેશે.

 ·      જો અરજદાર સરકારી નોકરીમાં હોય તો એનેક્ષર N અથવા ''ના વાંધા પ્રમાણપત્ર'' અચૂકપણે જોડવાનું રહે છે. તેમ જ અરજદાર નિવૃત્ત કર્મચારી હોય તો તે અંગેનો પણ પુરાવો રજૂ કરવાનો હોય છે.

 ·         પરિણીત મહિલા અરજદારે ઉપર મુજબની તમામ વિગતો ઉપરાંત વર્ષ ૨૦૦૦ બાદ મેરેજ થયેલ હોય તેઓએ મેરેજ સર્ટિફિકેટ, અને તે પહેલા લગ્ન થયેલ હોય તો  પતિ પત્નિના સંયુક્ત ફોટો સાથેનું રૂ. ર૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું નિયત નમુના પ્રમાણે માત્ર અંગ્રેજી ભાષામાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી અથવા પબ્લિક નોટરી રૂબરૂનું રજૂ કરવાનું રહેશે. તદ્ ઉપરાંત તેના પતિ જો પાસપોર્ટ ધારક હોય તો તેની નકલ જોડવાની રહેશે.

·         જો પરિણીત મહિલાના છુટાછેડા થયેલો હોય તો તે અંગે ન્યાય કોર્ટના હુકમનામું રજૂ કરવાનું રહે છે. જો પરિણીત મહિલાના પતિનું મરણ થયું હોય તો મૃત્યુનો દાખલો જોડવાનો રહે છે.

·         જો કોઈ બાળ અરજદારની અરજી કરવાની હોય તો માતા - પિતા બન્નેનું સંયુક્ત એનેક્ષર H સર્ટીફીકેટ કોરા કાગળ પર અંગ્રેજી ભાષામાં ઉપર મુજબ કરાવવાનું રહેશે.બાળ અરજદારની ઉંમર જો ૧પ વર્ષથી નીચે હોય તો રૂ.૧૦૦૦નો જ્યારે ૧પ વર્ષથી કે તેથી વધુ ઉંમર હોય તો રૂ. ૧૫૦૦/- રોકડા નો રહેશે.

·         જો બાળ અરજદારનાં માતા/પિતા બાળકની અરજી સમયે વિદેશમાં હોય તો સંબંધિત દેશની ભારતીય એલચીકચેરી ખાતેથી સ્વોર્ન એફિડેવિટ તથા ભારતમાં રહેતા વાલીની સિંગલ પેરેન્ટસ એફિડેવિટ રજૂ કરવાની રહેશે.

·         જૂનો પાસપોર્ટ ધરાવનાર અરજદારે પાસપોર્ટની ઝેરોક્ષ નકલ તથા ઉપરોકત વિગતો રજૂ કરવાની રહે છે.

·         વખતોવખતનાં બદલાયેલા નિયમો અરજદારને બંધનકર્તા રહેશે.

·         અરજન્ટ/ડેમેજ/કોર્ટકેસ પાસપોર્ટ અરજી માટે ક્ષેત્રિય પાસપોર્ટ કચેરી, ગુલબાઇ ટેકરી,એલ.ડીએન્જીનીયરીંગ કોલેજ હોસ્ટેલ સામે, અમદાવાદર (ફોન નં.૦૭૯-૨૬૩૦૯૧૦૩/૪/૬/૮) અથવા પાસપોર્ટ સેવ કેન્દ્ર શિવાલીક, ૫ ગ્રાઉન્ડ ફ્લોર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે, ગોંડલ રોડ, રાજકોટ અથવા પાસપોર્ટ સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર,મારૂતી શો-રૂમ સામે,વિજય ચાર રસ્તા,નવરંગપુરા, અમદાવાદ અથવા ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૫૮-૧૮૦૦ ઉપર સંપર્ક કરવો.

·         ક્ષેત્રિય પાસપોર્ટ કાર્યાલય અમદાવાદના ફરમાન મુજબ નવા પાસપોર્ટ માટેની કાર્યવાહી રાજકોટ, વડોદરા તથા અમદાવાદ વિજય ચાર રાસ્તા મીઠાખળી PSP ખાતે થઇ શકશે.  

  • કોર્ટ કેસ-કોર્ટ પેન્ડીંગ દત્તક બાળકનાં કેસો માત્ર R.P.O. અમદાવાદ એલ.ડી.એન્જી. હોસ્ટેલ સામે અમદાવાદ ખાતે સંપર્ક કરવાનો રહેશે. તે સિવાય તમામ પાસપોર્ટ સેવા કેન્દ્ર રાજકોટ,વડોદરા, અમદાવાદ મીઠાખળી વિજય ચાર રાસ્તાનો સંપર્ક કરવો. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 31-12-2015