હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૦૫/૧૦/૨૦૨૦ થી તા.૧૧/૧૦/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

પોકેટ કોપની મદદથી  મોં.સા ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આરોપી પકડી મો.સા.રીકવર કરતી ગંગાજળીયા પોલીસ સ્ટેશન  ભાવનગર..

   જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબનાં માર્ગદર્શન મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સાહેબનાં સીધાં માર્ગદર્શન હેઠળ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેકટર ડી.જી.પટેલ સાહેબની સુચના મુજબ

    ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન જુનાબંદર રોડ મેલડીમાં ના મંદીર પાસે પહોંચતાં સામેથી એક હિરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ મોં.સા. આવતું હોય જેનાં પર શંકા જતાં સ્પેલન્ડર મો.સા ચાલકને રોકી મજકુર મોં.સા ચાલક પાસે મો.સા નાં આધાર પુરાવાઓનાં કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું અને ફર્યું ફર્યું બોલતો હોય જેથી સદર મોં.સા. તેણે છળકપટ અગર ચોરીથી મેળવેલ હોવાની શંકા જતાં મોબાઇલ પોકેટ કોપની મદદથી એન્જીન નંબર તથા ચેચીસ નંબર જોતાં એન્જીન નં HA10EWFHE31097 તથા ચેચીસ નં MBLHA10BVFHE66322 નાં છે સદરહું મોં.સા.આર.ટી.ઓ.રજી.નં.GJ-04- CK-0887 હોવાનું જણાતાં મો.સા.બાબતે મજકુરની પુછપરછ કરતાં સદરહું મોં.સા.પોતે આશરે અઠીયાવીસ દીવસ પહેલાં ગંગાજળીયા તળાવ શાકર્માકેટ  પાસેથી ચોરી કરેલા નું જણાવતો હોય જેથી  ગંગાજળીયા પોસ્ટે ગુના રજીસ્ટર નંબર 11198011201766/2020 ઇ.પી.કો.કલમ. ૩૭૯.મુજબ ગુનો રજી થયેલ હોય જેથી બે રાહદારી પંચોનાં માણસોને બોલાવી હકીકતની સમજ કરી મજકુર મોં.સા.ચાલકનુ પંચો રૂબરૂ નામ સરનામું પુછતાં પોતે પોતાનું નામ ગણેશભાઇ ઉફે રવિ કરશનભાઇ મકવાણા  જાતે-કોળી  ઉવ.૩૫ ધધો-મજુરી  રહે.કરચલીયા પરા  ભાવનગર. મુળ ગામ-ઉખરલા  તા.ધોધા  જી.ભાવનગર   વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમ સદરહું હિરો હોન્ડા મોં.સા.ની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ગણી  ગુન્હાના કામે  covid-19 રીપોર્ટ કરવા તજવીજ  કરવામાં આવેલ.

     આ સમગ્રહ કામગીરીમાં ગંગાજળીયા પો.સ્ટેના પો.ઇન્સ ડી.જી.પટેલ સાહેબ તથા પો.સબ.ઇન્સ એસ.એમ.સીસોદીયા, એ.એસ.આઇ. એમ.એસ.ગોહિલ, હેડ.કોન્સ.એમ.એમ.જોષી, પો.કોન્સ.સી.ડી.જાડેજા, પો.કોન્સ.એચ.એ.વાળા, પો.કોન્સ.એલ.સી.ગોહિલ, પો.કોન્સ.પી.એમ.ગોહેલ, પો.કોન્સ.આર.આર.રાઠોડ, પો.કોન્સ.સી.બી.વાળા તથા પો.કોન્સ.એમ.કે.સરવૈયા એ રીતેના પો.સ્ટાફ જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 12-10-2020