હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૩૧/૦૮/૨૦૨૦ થી તા.૦૬/૦૯/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા સોનગઢ પો.સ્ટે.ના વણશોધાયેલ ચીલ ઝડપના ગુન્હાઓનો તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે ના શરીર સબંધી ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી પોલીસની ટીમ તથા પાલીતાણા ટાઉન પોલીસ.

 

     જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિશ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓએ મીલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય અને પો.ઇન્સશ્રી વી.વી.ઓડેદરા સા તથા પો.ઇન્સશ્રી એન.એમ.ચૌધરી સા.ની સુચના અને માર્ગ દર્શન મુજબ પાલીતાણા ટાઉન પોસ્ટે ના ડી સ્ટાફ ના માણસો તથા એલ.સી.બી સ્ટાફના માણસો સાથે ટાઉન વીસ્તાર પેટ્રોલીંગમા હતા દરમ્યાન શકદારોની પુછપરછ કરતા ખાનગી રાહે બાતમી હકીકત આધારે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન નં-૦૦૭૬૫/૨૦૨૦ ઇપિકો કલમ ૩૭૯(એ)(૩), ૩૭૯(એ)(૪), ૧૧૪ વીગેરે મુજબના ગુન્હાના કામેના આરોપીઓ (૧) સંજય ઉર્ફ છોટુ રાજુભાઇ વાઘેલા ઉવ-૨૨ રહે- શક્તીનગર પાલીતાણા તથા (૨) રમેશભાઇ ગણેશભાઇ ખેરાળા ઉવ-૩૪ રહે- શક્તીનગર પાલીતાણા તથા (૩) હુશેનભાઇ કાળુભાઇ કાળવતર ઉવ-૩૫ રહે- પચાસ વારીયા પાલીતાણા તથા (૪) સિંકદર ઉર્ફ ઘુઘો નાથાભાઇ ઘાંચી ઉવ-૩૪ રહે- પચાસ વારીયા પાલીતાણા તથા (૫) મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ પઠાણ ઉવ-૩૩ રહે- ભૈરવપરા પાલીતાણા વાળાઓને પકડી પાડી મજકુર ઇસમોની જીણવટ ભરી રીતે પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હો કરેલાની કબુલાત કરેલ તેમજ રોકડા રૂ.૭૯,૫૦૦/- મુદામાલ રીકવર કરવામા આવેલ છે તેમજ ગુન્હામા વપરાયેલ બે મો.સા કબ્જે કરવામા આવેલ છે સાથો સાથ જુન મહીનામા સોનગઢ પોસ્ટે વીસ્તરમા થયેલ ચીલ ઝડપના ગુન્હાની કબુલાત કરતા સોનગઢ પોસ્ટે ખરાઇ કરતા આ બનાવ સબંધે સોનગઢ પોસ્ટે એ-પાર્ટ ગુ.ર.ન નં- ૦૦૩૭૭/૨૦૨૦ ઇપીકો કલમ-૩૭૯(એ)(૩), ૩૭૯(એ)(૪), ૧૧૪ વિગેરે મુજબનો વણશોધાયેલ ગુન્હો દાખલ થયેલ હોય જેથી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ હતો તેમજ આરોપી સિંકદર ઉર્ફ ઘુઘો નાથાભાઇ ઘાંચી ઉવ-૩૪ રહે - પચાસ વારીયા પાલીતાણાનાઓએ પાલીતાણા રૂલર પોસ્ટેમા અનીલભાઇ દેવીપુજક સાથે થયેલ મારા મારીના ગુન્હામા સંડોવાયેલ હોવાની કબુલાત કરતા આ કામે રૂલર પોસ્ટે ખરાઇ કરતા પાલીતાણા રૂલર પોસ્ટે એ પાર્ટ ગુ.ર.ન નં- ૧૧૧૯૮૦૪૧૨૦૦૦૪૩/૨૦૨૦ ઇપીકો કલમ-૩૦૭ વિગેરે મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમા અજાણ્યા ઇસમ તરીકે હોય આમ પાલીતાણા ટાઉન પોલીસ તથા એલ.સી.બી ટીમને બે વણશોધાયેલ ચીલ ઝડપ તથા એક શરીર સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે.

     આ કાર્યવાહીમા એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ.શ્રી એન.જી.જાડેજા સાહેબ તથા એલ.સી.બી સ્ટાફ તથા પાલીતાણા ટાઉન પો.ઈન્સ.શ્રી એન.એમ.ચૌધરી સાહેબ તથા ટાઉન પો.સ્ટે.ના એ.એસ.આઇ વલકુભાઇ બરાળ, પો.હેડ.કોન્સ બી.બી.ચૌહાણ, પો.કોન્સ ધનંજયસિંહ ગોહીલ, પો.કોન્સ વીજયસિંહ ગોહીલ, પો.કોન્સ યશપાલસિંહ ગોહીલ, પો.કોન્સ હરેશભાઇ ઘાંઘળ, પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ વિગેરેએ કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 08-09-2020