તા.૦૩/૦૮/૨૦૨૦ થી તા.૦૯/૦૮/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
વરાછા પોલીસ સ્ટેશનના અન ડીટેક્ટ બાઈક ચોરીના ગુન્હાના આરોપી પોકેટ કોપની મદદ થી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ઘોઘા પોલીસ.
પોલીસ અઘિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની સુચના તથા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. પી.આર.સોલંકી એ વણ શોઘાયેલ ગુન્હાનુ ડીટેકશન કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંઘાને ઘોઘા પોલીસ સ્ટેશનના કોળીયાક આઉટ પોસ્ટ ના એ..એસ.આઇ સમરથદાન એચ.ગઢવી તથા હેડ કોન્સ.અશ્વિનસિંહ વી ચુડાસમા તથા પોલીસ કોન્સ.બહાદુરસિંહ બળવંતસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. શકિતસિંહ હઠીસિંહ ગોહિલ એ રીતેના પીપળીયા પુલ તાબે ઘોઘા ખાતે કોરોના જાહેરનામા અમલવારીની કામગીરીમાં હતા તે દરમ્યાન શંકાસ્પદ ઇસમ સાગરભાઇ દિનેશભાઇ સોલંકી રહે.સુરત સીતાનગર પાસે, વિક્રમનગર ઘર નંબરઃ-૩૫, પુણા ગામ કાપોદ્રા સુરત મુળ ગામ કોળીયાક તા.જી.ભવનગર નંબર પ્લેટ વગર નુ શંકાસ્પ્દ મોટર સાયકલ સાથે તારીખઃ-૦૮/૦૮/૨૦૨૦ કલાક ૧૦/૩૦ વાગ્યે નીકળતા મજકુરને રોકી તેની પાસેના મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ-કારક જવાબ આપેલ નહી કે મોટર સાયકલ ના કોઇ દસ્તાવેજી પુરાવા રજુ નહિ કરતા મજકુર ને ઘોઘા પોલીસ સ્ટેશને લાવી મો.સા.ના ચેસીઝ નંબર પોકેટ કોપના માધ્યમ થી તપાસ કરતા આ મોટર સાયકલ સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૧૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯, મુજબ ના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ હોવાનુ માલુમ પડેલ જેથી મજકુર ને ઘોઘા પોલીસ સ્ટેશન ડાયરી એન્ટ્રી નબરઃ-૦૩/૨૦૨૦ તારીખઃ-૦૮/૦૮/૨૦૨૦ ના કલાક ૧૦/૪૫ વાગ્યે સી.આર.પી.સી. કલમ.૪૧(૧)(આઇ) મુજબ સી.આર.પી.સી કલમ ૪૧ (૨) મુજબ અટક કરેલ છે ઉપરોકત મો.સા. કિ.રૂા. ૨૦૦૦૦- નું ગણી તપાસ અર્થે કબ્જે એ.એસ.આઇ સમરથદાન ગઢવી એ કરેલ છે. મુ.માલ મો.સા. તથા શંકાસ્પદ આરોપી ને ઘોઘા પો.સ્ટે. રાખી વરાછા પો.સ્ટે. સુરત શહેર ખાતે જાણ કરવામાં આવેલ છે.
|