તા.૨૯/૦૬/૨૦૨૦ થી તા.૦૬/૦૭/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મામસા જી.આઇ.ડી.સી મા બે વર્ષ પહેલા થયેલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતી ઘોઘા પોલીસ ટીમ.
ભાવનગર જિલ્લા એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘા પો.સ્ટે. વિસ્તારમા હાલ અનલોક-૨ અન્વયે શરીર સબંધીત તથા મિલ્કત સબંધીત ગુન્હાઓ ન બને તે સારૂ પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ હોય અને અગાઉ ના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકી સાહેબએ સ્ટાફના માણસોને સુચના કરેલ હોય જે આધારે પો.કોન્સ. હિતેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે, સને ૨૦૧૮ મા મામસા જી.આઇ.ડી.સી.મા આવેલ સીયારામ એલેજીન્સ નામની ફેકટરીના ખુલ્લા પ્લોટમા રાખેલ અલંગની એમ.એસ પ્લેટના ટુકડાઓ કી.રૂ.૨૨,૦૦૦/- ની ચોરી થયેલ હોય જેના ગુન્હા રજી. નં-ફસ્ટ ૫૯/૨૦૧૮ ઇપીકો કલમ-૩૭૯ હોય તે ચોરીમાં ઉખરલા ગામના વિજયસિહ પરબતસિહ ગોહિલ તથા જયપાલસિહ ઉર્ફે ભંગારી વનરાજસિહ ઝાલા સંડોવાયેલ હોવાની હકીકત મળતા જે આઘારે બન્નેની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા બન્નેએ આ ચોરી કરેલાની કબુલાત આપતા આરોપીઓ નો કોવીર્ડ૧૯ નો ટેસ્ટ કરાવી અટક કરવા તજવીજ હાથ ઘરેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ પી.આર.સોલંકી તથા હે.કોન્સ. અશ્ર્વિનસિંહ ચુડાસમા, હે.કોન્સ. ભગીરથસિંહ ગોહિલ, પો.કોન્સ. હિતેન્દ્રસિહ ગોહિલ, પો.કોન્સ. મહાવીરસિંહ વાઢેર, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ગોહિલ, પો.કોન્સ. હરેશભાઇ ચૌહાણ, પો.કોન્સ. અનીલભાઇ મકવાણા તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ હરકટ એ રીતેના સ્ટાફના માણસોએ જોડાયેલ હતા.
|