તા.૨૫/૦૫/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ચિત્રાના કુખ્યાત બુટલેગર કાન્તી મથુર બારૈયાને પિસ્ટલ નંગ-૨ સાથે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસની ટીમ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને ભાવનગર જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસનોને ઝડપી પાડવા સુચના આપેલ હતી
જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ ગઇ કાલ મોડી રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ચિત્રાના કુખ્યાત બિટલેગર કાન્તી મથુરભાઇ બારૈયા ઉ.વ.૪૨ રહેવાસી ચિત્રા રામદેવ પેટ્રોલપંપ પાછળ ભાવનગર વાળાને ચિત્રા બહુચરમાના મંદિર પાછળ મેલડીમાના મંદિર પાસેની ગલીમાંથી ગેરકાયદેસરની પિસ્ટલ નંગ-૨ સાથે ઝડપી પાડેલ હતો અને મજકુર વિરૂધ્ધ આર્મ્સ એકટ તળે કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ.મનદીપસિંહ ગોહિલે આર્મ્સ એકટ તળે ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય એ છે એક મજકુર આરોપી કાન્તી મથુરભાઇ બારૈયા પ્રોહી બુટલેગર છે. અને અનેક વખત દારૂના કેસમાં તથા પાસમાં જેલમા જેલવાસ ભોગવી ચુકેલ છે. પકડાયેલ આરોપી:- કાન્તી મથુરભાઇ બારૈયા ઉ.વ.૪૨ રહેવાસી ચિત્રા રામદેવ પેટ્રોલપંપ પાછળ ભાવનગર કબ્જે લીધેલ મુદ્દામાલ દેશી બનાવટની પિસ્ટલ નંગ-૨ કિ.રૂ।. ૫૦૦૦૦/- સાથે ઝડપી લીધેલ.
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસ.ઓ.જી. પોલીસ ભાવનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ તથા હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, હરેશભાઇ ઉલવા, વિજયસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ, ચિંતનભાઇ મકવાણા, દિલીપભાઇ ખાચર તથા ડ્રા.પો.કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.
|