તા.૨૭/૦૪/૨૦૨૦થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથકઅને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના લુસડી ગામે જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૨૩,૨૨૦/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહેહકિકત મળેલ કે, લુસડી ગામે અનુભાઇ કાંતીભાઇ જાની પ્લોટ પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૫ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં.(૧) સામતભાઇ દાદાભાઇ મોભ ઉ.વ.-૬૨ રહે-લુસડી ગામ, તા.મહુવા (૨) કપીલભાઇ સુભાષભાઇ જાની ઉ.વ.-૩૩ રહે-લુસડી ગામ, તા.મહુવા (૩) દાનુભાઇ ઉકાભાઇ ભુકણ ઉ.વ.-૪૮ રહે-લુસડી ગામ, તા.મહુવા (૪)બાવકુભાઇ મુળુભાઇ ભુકણ ઉ.વ.-૪૦ રહે-લુસડી ગામ, તા.મહુવા (૫)ચંપુભાઇ મનુભાઇ ભુકણ ઉ.વ.-૨૧ રહે-લુસડી ગામ, તા.મહુવા વાળાઓ ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન પાંચેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૨૩,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર, પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા, નરેશભાઇ બારૈયાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા

|