હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૨૦/૦૪/૨૦૨૦થી તા.૨૬/૦૪/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.         કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.         ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.         મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.         બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.         કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.         કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.         કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.         કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.         કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.       પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.       કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.       કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.      સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.      કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.       પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.          

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથકઅને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લાના શિહોરથી- ૨૭ મજુરો ભરી રાજસ્થાન લઇ જતા ટ્રકને પકડી ત્રણ ઇસમો   સામે ગુન્હો દાખલ કરતી શિહોર પોલીસની ટીમ

     મે.ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એ.એમ.સૈયદ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જેથી કોરોના વાયસરનુ સંક્રમણ અટકાવવા ભારત સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જેની અમલવારીમાં તકેદારી બંદોબસ્ત સંબંધે શિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક ટ્રક રજી. નં. RJ ૦૯ GC ૬૬૦૬ માં ૨૭ મજુરો ભરી શિહોર થી રાજસ્થાન લઇ જતા ત્રણ ઇસમો પકડાયેલ જેમા (૧) ડ્રાઇવર-કાલુરામ બાબુલાલ શવ જાતે બિસ્નોઇ ઉવ-૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે શેખનિયાવાસ હિંગોલી તા-ભોપાલગઢ જી.જોધપુર રાજસ્થાન તથા (૨) ક્લીનર-સુનીલભાઇ રામરામભાઇ ડારા જાતે બિસ્નોઇ ઉ.વ ૨૩ ધંધો ક્લીનર રહે તરેઠિયા તા-ભોપાલગઢ જી.જોધપુર રાજસ્થાન (૩) વિકાસભાઇ મયરામભાઇ નૈન જાતે બિસ્નોઇ ઉવ-૨૩ ધંધો ડ્રઇવીંગ રહે રામનગર તા-બીલડા જી.જોધપુર રાજસ્થાન વાળા પાસ પરમીટ કે આધારા પુરાવા વગર ટ્રકમાં મજુરો બેસાડી તથા કોરોના રોગનો ચેપ લાગવાથી માણસોની જીદંગી જોખમમાં મુકાય તેવુ ગેરકાયદેસર અને બેદરકારી ભર્યુ ક્રુત્‍ય કરી જીલ્લા મેજી સાહેબ ભાવનગર કોરોના વાયરસથી લોકોના જાન અને સ્‍વાસ્‍થ્ય અને સલામતીનુ જોખમ અટકાવવા  સબબ બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી માલવાહક વાહનમાં ગે.કા પેસેન્જરો બેસાડી ગુન્હો કરેલ હો સદરહુ  ટ્રક ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરી મજકુર ત્રણેય ઇસમો વિરૂધ્ધ IPC કલમ ૨૬૯,૧૮૮ તથા MVA એકટ ની કલમ ૬૬(૧) ૧૯૨ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.તેમજ ૨૭ મજુરોની શિહોર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડીકલ તપાસણી કરી મજુરોને મીલ માલીકોને સોંપી આપવા તજવિજ કરેલ છે.

   સમગ્ર કાર્યવાહીમાં શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.ગોહિલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.જે.બી.ત્રિવેદી તથા હેડ કોન્સ.જે.એમ.રાઠોડ તથા હેડ કોન્સ.પી.વી.ગોહિલ તથા પો.કોન્સ.જયપાલસિંહ ગોહિલ  જોડાયા હતા

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 29-04-2020