તા.૨૩/૦૩/૨૦૨૦થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથકઅને નોડલ ઓફીસર
ભાવનગર
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી ભાવનગર જિલ્લા પોલીસ.
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયરાજસિંહ રાઠોડ સાહેબ નાઓએ કોરોના વાયરસની વૈશ્વીક બીમારીને નાથવા સારૂ લોકો શહેર કે જીલ્લામાં લોક ડાઉન દરમ્યાન ચોરી છુપીથી પણ સોસાયટી, મહોલ્લા,કે રોડ ઉપર એક્ત્રીત ન થાય અને વાયરસનુ સંક્રમણ ન થાય તે હેતુથી ડ્રોન કેમેરાથી અને ગુપ્ત બાતમીદારોથી, તેમજ વોટસએપ ઇમેજથી પણ બાઝ નજર રાખવા સુચના આપવામાં આવેલ. તે અંન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શનમાં નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એન.જી.ચૌધરી, તેમજ સ્ટાફના માણસો દ્વારા ભાવનગર શહેરના જુદાજુદા વિસ્તારમાં એકત્ર થયેલ ઇસમો ડ્રોન કેમેરામાં અને વિડિયો ગ્રાફીમાં કેદ થતા કુલ-૦૮ ઇસમો વિરૂધ્ધ તેમજ અન્ય જાહેરનામાનો ભંગ કરી દુકાનો લારી ગલ્લાઓ ખુલ્લા રાખી બેસેલ -૦૩ ઇસમો મળી કુલ-૧૧ ઇસમો વિરૂધ્ધ આજરોજ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. તેમજ ભાવનગર શહેરમાં જાહેરનામુ અમલમાં આવ્યા તા.૨૧/૦૩/૨૦૨૦ થી નિલમબાગ પોલીસ સ્ટેશન તરફથી જુદા જુદા વિસ્તારોમાં આઇપીસી કલમ 188,269,270 બદલ આજદીન સુધીમાં કુલ-૫૧ ઇસમો વિરૂધ્ધ ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
આમ ભાવનગર પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે લોક ડાઉનના સમય દરમ્યાન પોલીસને સહકાર આપી પોતાના ઘરે રહી દેશ સેવા નિભાવી બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવે છે. જેનો ભંગ કરવા બદલ આપના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે જેની નોંધ લેશો .

|