હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૦/૦૨/૨૦૨૦ થી તા.૧૬/૦૨/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસની ટીમ.

 

   ભાવનગર સહિત નજીકના જીલ્લાઓમાંથી તડીપાર થયેલ ઇસમને આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી મજકુર સામે હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

  એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે (૨) વર્ષ માટે તડીપાર થયેલ ઇસમ હિંમતભાઇ લાભુભાઇ ચારોલીયા ઉ.વ.૨૨ રહેવાસી ગામ.રતનપર તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી, હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર જોડાયા હતા

 

 

પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંધી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

    જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, પાટણ જિલ્લાના રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી રાહુલભાઇ કિશનભાઇ વાઘરી રહે. નુતનનગર,  મહુવા વાળો કાળા કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા મ.ક.કેન્દ્ર પાસે પાસે ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામ. ઠામ પુછતા રાહુલભાઇ કિશનભાઇ રાઠોડ જાતે દે.પુ. ઉ.વ.૨૧ ધંધો- મજુરી રહે.નુતનનગર, દે.પુ.વાસ, મહુવા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ હોય, મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.  

    આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર, પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 17-02-2020