હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૭/૦૧/૨૦૨૦ થી તા.૦૨/૦૨/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( એમ.એચ.ઠાકર )

I/C  નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

પાલીતાણાના જીવાપર ગામેથી એક ડફેર ઇસમને દેશી બનાવટાની બંદુક સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ ભાવનગર

 

    ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સખત સુચના આપેલ. કે જીલ્લામાં બનેલ અનડીટેકટ ઘરફોડ ચોરી તથા લુંટ તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ અટક કરવા તેમજ જેલ માંથી પરેલો ઉપર છુટેલ આરોપીઓ હાજર થયેલ ન હોય તેવા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખ્ત સુચના કરેલ

   જે સુચના આઘારે આજરોજ એલ.સી.બી. ભાવનગરની ટીમ પાલીતાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પાલીતાણાના ગરાજીયા ગામ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે જીવાપર ગામ વાડી વિસ્તારમાં પ્રાર્થમીક શાળાની પાછળના ભાગે ફિલ્ટર પાણીની ટાંકા પાસે એક ઇસમ હાથમાં દેશી બનાવટની બંદુક (જામગરી) સાથે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યાએ પહોચતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા તેનું નામ/સરનામુ પુછતા રફિકભાઇ ઉર્ફે ભુરો એહમદભાઇ ડફેર ઉવ.૨૦ રહે. જીવાપર તા.પાલીતાણા વાળો હોવાનું જણાવતા મજકુર પાસેથી દેશી બનાવટની બંદુક જામગરી કિ.રૂ.૫૦૦૦/- ની ગે.કા. મળી આવતા તેની પાસે સક્ષમ અઘિકારીના પરવાના આઘાર પુરાવા ન હોય મજકુર ઇસમે આમ્સ એકટ કલમ -૨૫(૧) (૧-બી) મુજબનો ગુન્હો કરેલ હોય ઘોરણસરની કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે. 

    આ કામગરીમાં એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા હેડ કોન્સ.જીતેન્દ્રસિંહ ઝાલા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, પો.કો. કુલદિપસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાએ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 03-02-2020