હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૦/૦૧/૨૦૨૦ થી તા.૨૬/૦૧/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( એમ.એચ.ઠાકર )

I/C  નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી/હથિયારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસની ટીમ.

 

    ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ.

     જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૨૧૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪, આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ, ૨૭ મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૨૦ રહેવાસી હરિઓમનગર, પ્લોટ નં.બી/૪૯૮૮ કાળીયાબીડ ભાવનગર વાળાને ગંગાજળીયા તળાવ શાક્માર્કેટ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  

     આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.

 

 

છ વર્ષ ર્થી ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી.પોલીસની ટીમ.

 

    ગુજરાત રાજ્યોની જેલોમાથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે સુરત શહેરના ઉમરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૭૦/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ (ખુન) વિગેરે ના ગુન્હાના કામે સુરત લાજપોર જેલમાં રહેલ કેદી નંબર ૧૧૨૪ દીપક સવજીભાઈ ઉનડ રહેવાસી હાદાનગર મોમાઈમાંના મંદિર પાસે ભાવનગર હાલ શિહોર રામનગર પ્લોટ વિસ્તાર જી.ભાવનગર વાળાને આજરોજ શિહોર રેલ્વે ફાટક પાસેથી ઝડપી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. 

   મજકુર કેદી સને.૨૦૧૧ સુરત ઉમરા પોલીસ સ્ટેશન ખુન કેસના ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૭૦/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિગેરેના મુજબના ગુન્હામાં પકડાયેલ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીના હાઈકોર્ટમાંથી વર્ષ-૨૦૧૪ મા વચગાળાની દિન-૧૫ ની રજા મંજુર થયેલ અને રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને તા.૦૭/૧૧/૨૦૧૪ ના રોજ નાશી ગયેલ હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦ દિવસ પૂર્વે એસ.ઓ.જી. પોલીસે બળાત્કારના ગુન્હામાં તથા ચોરીના ગુન્હાના રાજકોટ જેલમાંથી પેરોલ/ફર્લો  જંપ કરી ગયેલ બે (૨) આરોપીને ભોપાલ તથા ભાવનગર માંથી ઝડપી પાડી રાજકોટ જેલમાં પરત મોકલી આપેલ હતો અને આજરોજ ખુન કેસના જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ વધુ એક આરોપીને ઝડપી પાડેલ છે.             

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, હરેશભાઈ ઉલવા, પ્રદીપસિંહ ગોહિલ, તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા, મનદીપ સિંહ ગોહિલ તથા ડ્રા.પો.કો. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 27-01-2020