હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૬/૦૧/૨૦૨૦ થી તા.૧૨/૦૧/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લાના અલંગ પો.સ્ટે.ના તાબેના સથરા ગામ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો બોટલ નંગ-૯૬ કુલ રૂ. ૨૮,૮૦૦/- સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ

               

    ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં  પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા ગ્રામ્ય પંથકમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ.

    જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના  માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે અલંગ તાબેના સથરા ગામના ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા તથા જીતુભાઇ સુખાભાઇ બારૈયા પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન જીતુભાઇ સુખાભાઇ બારૈયા રહે. સથરા ગામ તા. તળાજા જી.ભાવનગર  વાળો હાજર મળી આવતા તેને સાથે રાખી રહેણાક મકાનમાં ઝડતી તપાસ કરતા રહેણાક મકાન માંથી  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની  ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૪,૩૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો ભાવનગર જીલ્લાના અલંગ પોલીસ સ્ટેશનમાં ખાતે નોઘાવેલ છે.

    આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. વનરાજભાઇ ખુમાણ હે.કો.ભયપાલસિંહ ચુડાસમા પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા, વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

 

 

નિલમબાગ  પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર

 

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.           

     જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારો તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર પાનવાડી સર્કલમાં આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. ફસ્ટ ઇ.પી.કો.૪૦૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી રીયાઝ રસુલભાઇ મલેક, ગુન્હામાં નાસ્તો ફરતો રહે. ભાવનગર વાળો સફેદ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા ચોકલેટ કલરનુ પેન્ટ પહેરેલ છે અને.ભાવનગર એસ.ટી.બસ સ્ટેનડ ના ગેટ ની સામે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા રીયાઝ રસુલભાઇ મલેક જાતે-સીપાઇ ઘંઘો-ડ્રાઇવીંગ ઉવ. ૪૧ રહે.જમનાકુંડ જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ ગુલીસ્તા એપાર્ટમેન્ટ ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૯/૨૦૧૯ ગુનામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ. જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે નાસતો-ફરતો આરોપી હોય મજકુર ઇસમને CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૯/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧, વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પો.સ્ટે. સોપી આપી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

   આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા તથા વનરાજભાઇ ખુમાણ પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં,

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 13-01-2020