હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૬/૧૨/૨૦૧૯ થી તા.૨૨/૧૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લાના શિહોર પો.સ્ટે.ના ખોડિયાર ઓ.પી. ના નેસડા ગામે મો.સા. નંબર થી ઉના એસ.ટી. ડેપોના ડ્રાઇવર કંડક્ટરની ફરજમાં રૂકાવટના ગુન્હા આરોપીઓને ઇ-ગુજકોપ અંતર્ગત મોબાઇલ પોકેટ કોપ ની મદદથી પકડી પાડતી શિહોર પોલીસની ટીમ.

 

     નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ નાઓ એ ગંભીર બનાવો બનતાં અટકાવવા તથા અનડિટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે સખ્ત સુચન કરેલ હોય જે સુચનાં અન્વયે પાલીતાણા વિભાગના ના.પો.અધિ. શ્રી એ.એમ.સૈયદ સાહેબનાંઓએ આપેલ માર્ગદર્શન મુજબ

   ભાવનગર શહેરના શિહોર પો.સ્ટે.ના ખોડિયાર ઓ.પી. ના નેસડા ગામે ઉના એસ.ટી.બસના ડ્રાઇવર અને કંડકટરને રસ્તામાં મો.સા.ચાલકોએ બસ રોકીને ડ્રાઇવર તથા કંડકટરને સાથે ધોકા લઇ આવી માથાકુડ કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી ગુના કરી નાસી ગયેલ જે બાબતે શિહોર પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નંબર.૦૦૯૮/૨૦૧૯  ઇ.પી.કો. કલમ ૩૩૨, ૩૪૧, ૨૭૯, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

    જેના આધારે તપાસ અધિકારી દ્વારા બસ ડ્રાઇવર તથા કંડરકટર પાસેથી આરોપીના મો.સા.ગાડીના નંબર મેળવવામાં આવેલ જેમાં મો.સા.નં.GJ04-BQ- 9512 તથા બીજા મો.સા.નં. GJ04 BG -5475 ના આધારે તપાસ અધિકારીશ્રીએ મોબાઇલ પોકેટ કોપમાં વાહન સર્ચ દ્વારા વારા ફરતી મો.સા. નંબર ચેક કરતા સદર (૧) GJ04-BQ- 9512 માલીકનું નામ. ભીમભાઇ સકુભાઇ કુવાળીયા રહે. ભોળાદ તા.શિહોર તથા (૨) GJ04-BG -5475 તેફાભાઇ હિંમતભાઇ કોતર રહે. નેસડા તા.શિહોર વાળાનું માલુમ પડતા તેઓની વધુ તપાસની કામગરી હાથ ધરેલ જેના આધાર આજરોજ ફર્સ્ટ ગુ.ના.નં.૦૦૯૮/૨૦૧૯ આરોપી (૧) કુવાડીયા વિશાલભાઇ ભીમજીભાઇ જાતે આહીર ઉ.વ.૨૨ રહે.ભાળાદ તા.શિહોર જી.ભાવનગર તથા (૨) કિશનભાઇ દેવાભાઇ હુંબલ આહિર ઉ.વ.૨૦ રહે. નેસડા તા. શિહોર વાળાને અટક કરેલ છે.

    આમ મોબાઇલ પોકેટ કોપની મદદથી વાહન સર્ચ દ્વારા થી શિહોર પો.સ્ટે.ના  ફર્સ્ટ ગુ.ર.નંબર.૯૮/૨૦૧૯  ઇ.પી.કો. કલમ ૩૩૨,  ૩૪૧, ૨૭૯, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપીને અટક કરીને ગુનો ડીટેક કરી શિહોર પોલીસ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરેલ છે.          

   આ સમગ્ર કામગીરીમાં શિહોર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી પી.આર.સોલંકી ની સુચનાથી હે.કોન્સ. ડી.બી.ટીલાવત, પો.કોન્સ. ગૌતમભાઇ રામાનુજ,  પો.કોન્સ. કુલદીપસિંહ ગોહીલ, પો.કોન્સ. શક્તિસિંહ સરવૈયા, પો.કોન્સ. મહેશગીરી ગૌસ્વામી, પો.કોન્સ. અનીરુધ્ધસિંહ ડાયમા વિગેરે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

 

ગણતરીના સમયમાં રીક્ષા ચોરને ઝબ્બે કરતી ઘોઘારોડ પોલીસ ટીમ

    ભાવનગર વિભાગના રેંજ આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબના હુકમ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા સીટી ડીવાયએસપી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન મુજબ..

     આજરોજ ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી શ્રી રફીકભાઇ ઇસુબભાઇ ડેરૈયા, ઉવ.૩૬, રહે.નવાપરા, મદીના મસ્જીદ પાસે, ભાવનગરવાળાએ તેમના પત્નિ સાથે આવી પોતાની બજાજ રીક્ષા રજી. નં.જીજે.૦૧.એઝેઙ.૩૨૯૨ ની તા.૨૧/૧૨/૨૦૧૯ રાત્રીના સાત વાગ્યે નવાપરા, હરીયાળા પ્લોટ, રજપુત જ્ઞાતીની વાડી પાસે પાર્ક કરેલ જે આજરોજ સવારમાં સાતેક વાગ્યે લેવા જતા મળેલ નહી અને કોઇ ચોર ઇસમ ચોરી લઇ ગયેલાની હકિકત જણાવતા તેઓની ફરીયાદ ઘોઘારોડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૭/૨૦૧૯ ઇ.પી.કો.૩૭૯ મુજબની રજી. કરી. ઉપરોક્ત અધીકારીઓના માર્ગદર્શન મુજબ આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકીની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ. જે.વી.ચુડાસમા તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભા તથા પોલીસ કોન્સ. ફારુકભાઈ જમાલભાઈ તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ સહદેવસિંહ તથા પોલીસ કોન્સ. કિશોરભાઇ કાળુભાઇ એમ તમામ માણસો રીક્ષા ચોર અંગે પેટ્રોલીંગમાં હતા.

     તે દરમ્યાન પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ સહદેવસિંહને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આ રીક્ષા ચોરી કરનાર ઇસમ આ બજાજ રીક્ષા રજી. નં.જીજે.૦૧.એઝેઙ.૩૨૯૨ લઇને શીશુવિહાર થી દિપકચોક તરફ આવે છે જેથી  બાતમી મુજબ આરોપી મનોજ ઉર્ફે આઉ નેવંદરામભાઇ ગંગવાણી/સીંધી, ઉવ.૪૨, રહે.રસાલાકેમ્પ, લાઇન નં.૦૪, રૂમ નં.૨૯૫, ભાવનગરવાળાને ચોરી કરેલ રીક્ષા કિ.રૂા.૩૫,૦૦૦/- ની ગણતરીનાં સયમાં પકડી પાડી જેમાં પોકેટ કોપ મોબાઇલ તેમજ ઇ-ગુજકોપ વાહન સર્ચ એપ્લીકેશનનો ઉપયોગ કરી ગુન્હો શોધી કાઢેલ છે. આરોપીનો હાથ અન્ય કોઇ ચોરીઓમાં છે કે કેમ ? તેની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી ટી.એલ.માલ સાહેબએ હાથ ધરેલ છે.

    આ કામગીરીમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી, પોલીસ સબ ઇન્સપેકટર શ્રી ટી.એલ.માલ તથા પોલીસ હેડ કોન્સ. જે.વી.ચુડાસમા તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભા તથા પોલીસ કોન્સ. ફારુકભાઈ જમાલભાઈ તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ સહદેવસિંહ તથા પોલીસ કોન્સ. કે.કે.વાઘેલા જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 23-12-2019