હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૯/૧૨/૨૦૧૯ થી તા.૧૫/૧૨/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

છેલ્લા એક વર્ષથી બળજબરીથી કઢાવવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ

   ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. ફ..ગુ.ર.નં.૨૧૪/૧૮ ઇ.પી.કો.ક. ૧૪૩, ૩૮૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબના કામેનો નાસતો ફરતો આરોપી અલ્પેશભાઇ ઉર્ફે અલ્પુ સુનીલભાઇ ડોડીયા રહે. કાળીયાબીડ ભાવનગરવાળો લીલા સર્કલ શ્રી આલેખ કોમ્પ્લેક્ષ પાસેથી મળી આવતા તેને ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે.  

    આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના સ્ટાફના પો.હેડ કોન્સ. જગદિશભાઇ રામજીભાઇ મારૂ,  હરેશભાઇ મેહુરભાઇ ઉલ્વા, યુસુફખાન અનવરખાન પઠાણ, પો.કોન્સ. હારિતસિંહ વિજયસિંહ ચૌહાણ  તથા પો.કોન્સ. પાર્થભાઇ અશોકભાઇ પટેલ જોડાયા હતા.

 

 

ફરીયાદકા રોડ ઉપર વરતેજ ગામના યુવાન ઉપર ફાયરીંગ કરી ઇજા કરનાર આરોપીને ભાગવામાં મદદગારી કરનાર અને આશરો આપનાર બે આરોપીઓને ઝડપી પાડતી વરતેજ પોલીસ.

     આ બનાવની હકીકત એવી છે કે ગઇ તા.૨૭/૦૮/૧૯ ના રોજ ફરીયાદકા રોડ ઉપર વરતેજ ગામના યુવાન સુર્યપ્રતાપ ઉર્ફે પ્રતાપ ઉદેસંગભાઇ મોરી રહે. વરતેજ વાળા તેની ફોર વ્હીલ લઇને જતા હતા દરમ્યાન સામેથી મોટરસાયકલ લઇને યુવરાજસિંહ જુવાનસિંહ ગોહીલ તથા પ્રવીણસિંહ ઉર્ફે ઘુઘુભા બચુભા ગોહીલ રહે.બંન્ને ભીકડા, તા.ઘોઘા, જી.ભાવનગર વાળાઓ આવી ફોર વ્હીલ કારની સામે નાખતા ઝઘડો થતા આરોપીઓએ સુર્યપ્રતાપ ઉપર ફાયરીંગ કરી તેને ગંભીર ઇજા પહોંચાડેલ અને જે તે વખતે આરોપી યુવરાજસિંહ જુવાનસીંહ ગોહીલ રહે.ભીકડા, તા.ઘોઘા, જી.ભાવનગર વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી દેતા હાલ તે જયુડીશીયલ કસ્ટડીમાં ભાવનગર જીલ્લા જેલ ખાતે છે અને આ કામનો બીજો આરોપી પ્રવીણસિંહ ઉર્ફે ઘુઘુભા બચુભા ગોહીલ રહે.બંન્ને ભીકડા, તા.ઘોઘા, જી.ભાવનગર વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને (૧) યુવરાજસિંહ ચંદુભા ગોહીલ ઉવ.૨૪ (૨) જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ ચંદુભા ગોહીલ ઉવ.૨૨ રહે.બંન્ને ભીકડા, તા.ઘોઘા જી.ભાવનગર વાળાઓએ ઉપરોકત આરોપીને તેની વાડીમાં આશરો આપી તેમજ તેનો મોબાઇલ ઉપયોગ કરવા માટે દઇ તથા જમવા માટે ટીફીન પહોંચાડી આરોપીને  ભાગવામાં તેમજ છુપાવવામાં મદદગારી કરતા હોય જે તપાસ દરમ્યાન ધ્યાને આવતા તેઓ બંન્નેને વરતેજ પો.સ્ટે. પો.સબ.ઇન્સ. એચ.સી.ચુડાસમા સા. તથા તેઓની પોલીસ ટીમે પકડી પાડી તેઓ બંન્ને વિરુધ્ધમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 17-12-2019