તા.૧૮/૧૧/૨૦૧૯ થી તા.૨૪/૧૧/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ખુનના ગુન્હામાં જેલમાંથી ફર્લો જંપ કરી પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી./ પેરોલ-ફર્લો ટીમ.
ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સા. ની સુચનાથી ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.કે.મુળીયા સા. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે બોરતળાવ પો.સ્ટે. કલમ ૩૦૨ વિ.ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી નંબર ૪૬૩૪૭ અમીત ઉર્ફે અક્ષય દલપતભાઇ મકવાણા રહે.પ્લોટ નં.૫/પી કૃષ્ણ સોસાયટી મકરવાસ, ભાવનગરવાળાને ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.
મજકુર કેદી સને ૨૦૧૬માં ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૦૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદી તરીકે હતો અને મજકુર આરોપીના ફર્લો મંજુર થયેલ અને ફર્લો પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી./પેરોલ ફર્લો પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.કે.મુળીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, મહાવિરસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, ઓમદેવસિંહ ગોહિલ તથા પેરલો ફર્લો સ્કોર્ડના પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.
|