હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૪/૧૧/૨૦૧૯ થી તા.૧૦/૧૧/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જીલ્લાના ઉમરાળા પો.સ્ટે.ના રંઘોળા ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ રૂપીયા ૧૦૪૨૦/- તથા મોબાઈલ નંગ - ૩ કિ.રૂ.૧૫૦૦૦/ તથા મો.સા. કુલ -૪ કિ.રૂ.૭૦૦૦૦/ મળી કુલ કિ.રૂ.૯૫૪૨૦/ સાથે ઝડપી પાડતી ઉમરાળા પોલીસ.

 

    ભાવનગર રેન્જના ડી.આઇ.જી.સા. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. જયપાલસિંહ રાઠૌડ સાહેબ તેમજ પાલીતાણા ડીવીઝનના ઇન્ચાર્જ  નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.આર.પઢીયાર સાથે પોલીસ સ્ટેશના સ્ટાફના પો.હેડ કોન્સ ભારતસિંહ વેગડ તથા પો.કોન્સ  જગતસિંહ ગોહિલ તથા મહેશભાઈ ગઢવી તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ.નમ્રપાલસિહ ચુડાસમા તથા પો.કોન્સ.શૈલેષભાઈ બારૈયા તથા પો.કોન્સ.હરીશ્ચન્દ્રસિહ ગોહીલ તથા ડ્રા.પો.કોન્સ.મયુરસિહ ગોહિલ એ રીતેના ખાનગી વાહનમા મ્હે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગાંધીનગરનાઓ દ્રારા રાજય ભરમા દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવાના ઉદેુશથી  પેટ્રોલીંગમા હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા રંઘોળા ચોકડીએ પહોચતા આપ સાહેબને બાતમી રાહે હકિકત મળેલ કે રંઘોળા ગામે સીમમાં જાહેર જગ્યામા અમુક ઇસમો  જાહેરમા ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વતી હાર-જીતનો તીન પતીનો જુગાર રમતા હોય જે ત્રણ ઇસમોને પકડી લીધેલ, જેમાં (૧) મનોજભાઈ રામગરભાઈ ગૌસ્વામી જાતે બાવાજી  રહે રંઘોળા તા ઉમરાળા જી ભાવનગર(૨) ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિહ ગોહિલ જાતે દરબાર રહે રંઘોળા તા.ઉમરાળા (૩) ભનુભાઇ વાસુરભાઈ  ચાવડા જાતે આહીર રહે.રંઘોળા તા.ઉમરાળાવાળા પકડાઈ ગયેલ તથા નાશી ગયેલ ઇસમો જેમા  (૪) ભનીભાઇ મનજીભાઈ રહે રંઘોળા તા.ઉમરાળા તથા નં.(૫) કનુભાઈ રામજીભાઈ રહે રંઘોળા તા ઉમરાળા (૬) ધનજીભાઇ  રહે રંઘોળા તા.ઉમરાળાવાળા નાશી ગયેલ તો ઉપરોક્ત ત્રણ ઇસમો જાહેરમાં રોકડ રૂપીયા ૧૦૪૨૦/- તથા મોબાઇલ નંગ ૩ કિ.રૂ.૧૫૦૦૦/- તથા મો.સા.કુલ ૪ કિ.રૂ.૭૦૦૦૦/- મળી કુલ ૯૫૪૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ઉમરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. ભારતસિંહ વેગડનાઓએ ફરીયાદ આપેલ છે.

    આ સમગ્ર કામગીરીમાં ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.આર.પઢીયાર સાથે પો.સ્ટાફના હેડ કોન્સ. ભારતસિંહ હેમંતસિંહ તથા પો.કોન્સ. જગતસિંહ ગોહિલ તથા મહેશભાઈ ગઢવી તથા  યુવરાજસિંહ ગોહિલ તથા નમ્રપાલસિહ ચુડાસમા તથા પો.કોન્સ.હરીશ્ચન્દ્રસિહ ગોહિલ તથા શૈલેષભાઈ બારૈયા તથા ડ્રા.પો.કોન્સ. મયુરસિહ  ગોહીલ જોડાયેલ હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 11-11-2019