હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૮/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૧/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર શહેરમાં બોરતળાવ મહાવિર મહિલા સોસાયટીમાં રહેણાંકી મકાનમાંથી ચોરી થયેલ મોબાઇલ ફોન-૯ ના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ.

 

     ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે બોરતળાવ કુમુદવાડીના નાકા પાસેથી આરોપી સાગરભાઇ બીપીનભાઇ નીમાવત ઉ.વ. ૨૨ રહેવાસી પ્લોટ નંબર ૪૦૮૯, વૃંદાવન સોસાયટી, સીતારામા ચોક,  ભરતનગર ભાવનગરવાળા પાસેથી મોબાઇલ ફોન નંગ-૩ જેમા (૧) નવા પ્લસ કંપનીનો 6T કિ.રૂ।. ૩૭૦૦૦/- (૨) લેનેવો કંપનીનો મોડલ એ-૭૦૧૦ કિ.રૂ।. ૧૦,૦૦૦/- (૩) જીઓમી કંપનીનો મોડલ POCO કિ.રૂ।. ૨૨૫૫૦/- ના મજકુર ઇસમા પાસેથી શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ અને તેની અટકાયત કરવામાં આવેલ. 

    સદર બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આજથી ત્રણેક માસ પહેલા તા. ૨૨-૨૩/૦૭/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે બોરતળાવ મહાવિર મહિલા સોસાયટી કાળુભાઇ પરષોતમભાઇના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા સંદિપભાઇ પોપટભાઇ ડાભી તથા તેમના મિત્રો ઘરમાં સુતા હતા અને રાત્રીના સમયે ઘરમાંથી જુદી જુદી કંપનીના કુલ ૯ મોબાઇલ ફોન કિ.રૂ।. ૧,૩૦,૫૦૦/- ના ચોરી થયેલ હતા જે બાબતે સંદિપભાઇ ડાભીએ બોરતળાવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ હતી. અને આ ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મજકુર આરોપી સાગરભાઇ નીમાવતા પાસેથી કબ્જે કરવામાં આવેલ છે. અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

    આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા મહાવિરસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 06-11-2019