હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૧/૧૦/૨૦૧૯ થી તા.૨૭/૧૦/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

 ૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ચોરીના બે મોટર સાયકલ  સાથે બે ઇસમને  પકડી પાડતી બોરતળાવ પોલીસની ટીમ

 

       મ્હે. ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં, ચોરી, ઘરફોડ તથા વાહનચોરીના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એચ.ઠાકર સાહેબ, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી કે.એમ.રાવલ સાહેબ અને ડી.સ્ટાફના એ.એસ.આઇ પી.પી.રાણા તથા હેડ કોન્સ ડી.કે.ચૌહાણ, પી.ડી.ગોહીલ તથા પો.કો હિરેનભાઇ સોલકી, કુલદીપસિંહ સરવૈયા, અતુલભાઇ ચુડાસમા, મહીપાલસિહ ગોહીલ, નારણભાઇ કરમટીયા તથા વુ.પો.કો નીલમબેન વીરડીયા વિગેરેનાઓ પો.સ્ટે વિસ્તારમાં વાહન ચેકીગમાં હતા દરમ્યાન (૧) બોરતળાવ બાલવાટીકા પાસે એક ઇસમ હોન્ડા સ્પલેન્ડર મો.સા. લઇ જતો હોય જે શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખી રસ્તે જણા બે રાહદારી પંચો બોલાવી પંચો રૂબરૂ મો.સા ચાલકનું નામ –સરનામુ પુછતા પોતે પોતાનુ નામ રમેશભાઇ બલુભાઇ ધોળકીયા ઉવ. ૨૧ ધંધો- મજુરી  રહે .માર્કેટીગયાર્ડ મધ્યાહન ભોજનની બાજુમા ઝુપડામાં મુળ ગામ દેવળીયા તા.ઉમરાળા ભાવનગરવાળો હોવાનું જણાવેલ  મજકુર પાસેની હોન્ડા મો.સા.ના રજી નંબર જોતા પાછળ GJ-4 M – 5123 તથા મો.સાન આગળ રજી નં જોતા GJ-4 RM–5123 લખેલ જોતા બન્ને નંબર અલગ અલગ જોવામાં આવતા તથા એન્જીન નંબર જોતા HA10EFAHJ69935 તથા ચેસીસ નંબર-MBLHA10EZAHJ27868 નુ કાળા કલરનું હોવાનું જણાય આવેલ જેથી પોકોટ કોપ એપ્લીકેશન માં ઉપરોકત એન્જીનં તથા ચેસીસ નં આધારે સર્ચ કરતા પોકેટ એપ મા રજીનં GJ 04 BB 5026 આવેલાનુ જણાતા જે ખરાઇ કરતા જેથી આ ઇસમ પાસે હોન્ડા સ્પેલન્ડર મો.સાના કાગળો આધાર માંગતા નહી હોવાનું જણવેલ જેથી આ હોન્ડા મો.સા ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોન્ડા મો.સા.ની કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી પંચનામુ કલાક ૧૮/૩૦  થી કલાક ૧૯/૦૦  સુધીનું કરી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુરને કલાક ૧૯/૦૦ વાગ્યે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ઘોરણસર અટક કરેલ છે. તેમજ આ મો.સા બાબતે પુછતા મજકુર આરોપી સદરહુ મો.સા આજથી દોઢેક વર્ષ પહેલા ખોડીયાર મંદીર રાજપરાથી ચોરેલાની કબુલાત આપેલ છે

(૨) ભાવનગર બોરતળાવ બાલવાટીકા પાસે કલાક ૨૦/૦૦ વાગ્યે એક ઇસમ હોન્ડા સ્પલેન્ડર મો.સા. લઇ જતો હોય જે શંકાસ્પદ જણાતા તેને ઉભો રાખી રસ્તે જણા બે રાહદારી પંચો બોલાવી પંચો રૂબરૂ મો.સા ચાલકનું નામ –સરનામુ પુછતા પોતે પોતાનુ નામ મહેશભાઇ ભીમજીભાઇ મકવાણા ઉવ. ૨૪ ધંધો- હીરા ધસવાનો રહે ચિત્રા રજવાડી પાન સેન્ટરનિ સામે બહુચરમાના ચોક પાસે ભાવનગરવાળો હોવાનું જણાવેલ  મજકુર પાસેની હોન્ડા સપલેન્ડર મો.સા.ના રજી નંબર જોતા પાછળ નંબર પ્લેટ ન હોય જેથી એન્જીન નંબર જોતા HA10EJEHK28016 તથા ચેસીસ નંબર-MBLHA10E10AMEHK81306 નુ સીલ્વર કલરનુ હોવાનું જણાય આવેલ જેથી પોકોટ કોપ એપ્લીકેશન માં ઉપરોકત એન્જીનં તથા ચેસીસ નં આધારે સર્ચ કરતા પોકેટ એપ મા રજીનં GJ 04 CE 0427 આવેલાનુ જણાતા જે ખરાઇ કરતા જેથી આ ઇસમ પાસે હોન્ડા સ્પેલન્ડર મો.સાના કાગળો આધાર માંગતા નહી હોવાનું જણવેલ જેથી આ હોન્ડા મો.સા ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોન્ડા મો.સા.ની કિ.રૂ. ૨૫,૦૦૦/- ગણી પંચનામુ કલાક ૨૦/૦૦  થી કલાક ૨૦/૩૦  સુધીનું કરી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુરને કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ ઘોરણસર અટક કરેલ છે. તેમજ સદરહુ મો.સા બાબતે પુછપરછ કરતા પોતે આ મો.સા આજથી સાડા ત્રણ વર્ષ પહેલા ગધેડીયા ગ્રાઉન્ડ માંથી આંનદ મેળા માથીચોરાયેલા ની કબુલાત આપેલ છે

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 01-11-2019