હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૪/૧૦/૨૦૧૯ થી તા.૨૦/૧૦/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

વિદેશી બનાવટનો દારૂ બોટલ નંગ ૧૦-  કિમંત રૂ.૩૦૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ પકડી પાડતી અલંગ પોલીસ ટીમ.

 

     ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબનાંઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાહેબનાંઓએ ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો અને લીસ્ટેડ પ્રોહિ બુટલેગર ઉપર વોચ ગોઠવી તેમનાં ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અલંગ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.ટી.મહેશ્વરી સાહેબની સુચનાથી હેડ.કોન્સ. ડી.વી.વાળા, હેડ.કોન્સ.એચ.વી.ગોહિલ, પો.કોન્સ.અરવિંદભાઇ બારૈયા, પો.કોન્સ.ચેતનભાઇ, પો.કોન્સ.કિશોરભાઇ, પો.કોન્સ.જેસીંગભાઇ, પો.કોન્સ.નારણભાઇ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ.અરવિંદભાઇ ધરમશીભાઇ બારૈયાનાઓને બાતમી મળેલ કે ધારડી ગામે રહેતાં કેતનસિંહ કિરીટસિંહ ગોહિલ તેનાં કબ્જા ભોગવટાની વાડીમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂ રાખેલ છે જે આધારે બાતમી વાળા સ્થળે રેઇડ કરતાં વાડીમાં આવેલ ઢાળીયાની બાજુમાં રેતીના ઢગલામાં ખોળતા તેમાંથી કંતાનનો કોથળો મળી આવતાં જે કોથળો ખોલી જોતાં જેમાં  મેકડોલ્સ એસ.NO.1.RESERVE WHISKY.ફોરસેલ ઇન ચંદીગઢ લખેલ 750 ML સીલપેક કુલ 10 - બોટલો મળી આવેલ જે એક બોટલની કિમંત.રૂ.300/- લેખે કુલ 10 બોટલની કિમંત.રૂ.30,00/- નો પ્રોહિ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.

    આ સમગ્ર કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી આઇ એસ.ટી.મહેશ્વરી સા.તથા હેડ.કો.ડી.વી.વાળા તથા હેડ કો.એચ.વી.ગોહિલ તથા પો.કો.અરવિંદભાઇ ધરમશીભાઇ બારૈયા તથા પો.કો.ચેતનભાઇ હીરાભાઇ તથા પો.કો.કિશોરભાઇ પો.કો.જેસીંગભાઇ તથા પો.કો.નારણભાઇ તેમજ વિગેરે અલંગ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 23-10-2019