હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૭/૧૦/૨૦૧૯ થી તા.૧૩/૧૦/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ગારીયાઘારના ખુન કેસના ગુન્હામાં નવ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

 

     ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇ.ન્સ. શ્રી.આર.બી. વાઘિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહરે વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત  સબંઘી ગુન્હા ડીટેકટર કરવા માટે સખત સુચના આપેલ.

    જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વાહન ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓની હકિકત મેળવા સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવનગર બસ સ્ટેશન પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના ગારીયાધાર પો.સ્ટે.ના ઇ.પી.કો. ૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી વિનુભાઇ પરશોતમભાઇ ચૌહાણ રહે. નાની વાવડી તા-ગારીયાધાર જી. ભાવનગર વાળો   રાખોડી કલરનો શર્ટ તથા ભુખરા કલરનુ નુ પેન્ટ પહેરેલ છે અને તે રંગોલી હોટેલ સામે જાહેર રોડ ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા પંચોના માણસો સાથે ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ પહોંચતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને જેમનો તેમ પકડી લઇ  તેનું નામ – સરનામું પુંછતાં પોતે પોતાનુ નામ વિનુભાઇ પરશોતમભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.વ.૪૦ રહે. નાની વાવડી તા-ગારીયાધાર જી. ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરને ઉપરોક્ત ગુનાની સમજ કરી આ ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ જણાવતા મજકુર ઇસમે પણ ગુનાની કબુલાત કરી પોતે આ ગુનાના કામે સહ આરોપી હોય અને તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ. ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં સદરહું બાબતે ખાત્રી કરાવતા ફસ્ટ ગુ.ર.ન ૦૩/૨૦૧૧ ઇ.પી.કોફ ૩૦૨ વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય જેથી મજકુર આરોપીની ઘોરણસર અટકાયત કરી ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ અને આ બાબતે પો.સબ.ઇન્સ. શ્રી.ગારીયાઘાર પોલીસ સ્ટેશન જી.ભાવનગરને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. 

      આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી. આર.બી. વાઘિયા પેરોલ ફર્લો સ્કોર્ડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા પો.કોન્સ. દિલીપભાઇ ખાચર તથા પો.કોન્સ. શક્તિસિંહ સરવૈયા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. કેવલભાઇ સાંગા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

 

 

ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડનાઓએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ લોક દરબારનું આયોજન કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 14-10-2019