હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૩/૦૯/૨૦૧૯ થી તા.૨૯/૦૯/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(એ.એમ.સૈયદ)

I/c નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

ભાવનગર જીલ્લાના ઘોઘા તાબાના વાળુકડ ગામ પાસેથી આઇશરમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૩૯૪, બોટલ નંગ-૬૪૩૦ સહિત કુલ કિ.રૂ. ૨૦,૧૭,૪૬૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જ તથા ઘોઘા પોલીસ.

 

      ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે મોડી રાત્રીના સમયે આર.આર. સેલ, તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી તથા આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના તથા ઘોઘા પો.સ્ટે. સ્ટાફના માણસોએ ઘોઘા તાલુકાના વાળુકડ (જીજીનુ) ગામ નજીક રોડ ઉપર વોચ ગોઠવી આયશર ટેમ્પો નં GJ-23-AT-0266 નો પકડી પાડી જે ટેમ્પામાં છુપાવેલ જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩૯૪, નાની-મોટી બોટલ નંગ-૬૪૩૦, તથા આઇશર ટેમ્પો કી.રૂ.૩,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન-૩ તથા તાડપત્રી-૧ તથા દોરડુ-૧ તથા રોકડ રૂપિયા સહિત કુલ કી.રૂ. ૨૦,૧૭,૪૬૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) બાપીસરકાર બાબુસરકાર ઉ.વ.૨૯ રહે. કલ્યાણગઢ જી.નોર્થ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ (૨) વિશાલભાઇ બટુકભાઇ પરમાર ઉ.વ. ૨૦ રહે.શામપરા (સીદસર) ગામ તા.જી.ભાવનગર  (૩) સુવોજીત ઉર્ફે સુજીત રણજીત મોરોલ ઉ.વ. ૨૬ રહે. દરીયાસુડી જી.નોર્થ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ વાળાઓને પકડી પાડેલ ઉપરોકત ઇસમો તથા દારૂનો જથ્થો મંગાવનાર શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાંટડી ગામ, તા.જી.ભાવનગર તથા આઇશર ટેમ્પાનો માલીક તેમજ દારૂનો જથ્થો આપનાર સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.                           

   આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ ઇન્સ.શ્રી વી.એલ. પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ ઘોઘા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.કે.મંડોરા સાહેબ તથા આર.આર.સેલ, પેરોલ ફર્લો સ્કોર્ડનો સ્ટાફ તથા ઘોઘા પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.

 

 

કવાડા ગામની સીમમાં રાત્રીના ભાડાની ઓરડીમાં લાઇટના અંજવાળામાં એકવીશ શકુનીઓ ને રોકડ રૂ. ૨,૦૦,૨૧૦/-મળી કુલ રૂ. ૨,૪૩,૨૧૦/-મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

 

      ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પરેલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ. શ્રી. આર.બી.વાઘિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

     જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. શ્રી.વાઘિયા સાહેબને બાતમીરાહે હકિકત મળેલ કે અકવાડા ગામની સીમમાં બારૈયા આણંદભાઇ દયાળભાઇ ની વાડીની ભાડાની ઓરડીમાં નરેશભાઇ ઉર્ફે પથુભાઇ રતીલાલા મકવાણા રહે. ઘોઘારોડ તરસમીયા ગામ આરાઘના સ્કુલની સામે શિવશકિત સોસાયટી પ્લોટ નં-૧૩/૨ ભાવનગર વાળો  બહારથી માણસોને ભેગા કરી મોબાઇલ લાઇટના અંજવાળે તીનપતિનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને જુગાર રમવા આવતા ઇસમોને પુરતી સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે પોલીસ અઘિક્ષક શ્રી. ભાવનગર પાસેથી જુગારના અખાડામાં પ્રવેશ કરવા માટે જુગારઘારા-૬ મુનજબનું ખાસ વોરન્ટ મેળી તા. ૨૩/૦૯/૨૦૧૯ ના કલાક-૧૯/૦૦ વાગ્યે નરેશભાઇ ઉર્ફે પથુભાઇ રતીલાલા મકવાણાના જુગારના અખાડા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૨૧ ઇસમો મોબાઇલ લાઇટના અંજવાળે હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેવામાં આવેલ.

     ૨૧ ઇસમો બારૈયા આણંદભાઇ દયાળભાઇની વાડીની ભાડાની ઓરડીની ઓસરીમાં મોબાઇલ લાઇટના અંજવાળે  ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના-૧૦૪ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૨,૦૦,૨૧૦/-તથા મોબાઇલ નંગ-૧૭ કિ.રૂ.૪૩,૦૦૦/- સાથે મળી કુલ રૂ.૨,૪૩,૨૧૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય જઇ જુ.ધા.કલમઃ-૪,૫ મુજબ ગુન્હો કરેલ હોય. તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

      આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ.શ્રી. આર.બી.વાઘિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા, ભૈપાલસિંહ ચુડાસમા, રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયા, વિઠ્ઠલભાઇ બારૈયા, ચિંતનભાઇ મકવાણા, ઘર્મેન્દ્રસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, મનદિપસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 01-10-2019