હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૨/૦૯/૨૦૧૯ થી તા.૦૮/૦૯/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસનું દિલધડક ઓપરેશન:

ડોકટર સહિત કુલ - ૬ ઇસમોને બનાવટી ભારતીય ચલણી નોટો (જાલી નોટો) તથા બનાવટી ચલણી નોટોના સાહિત્ય, પ્રિન્ટર સાથે ઝડપી લીધા.

 

      ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબની સુચનાથી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી. ડી.ડી.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ સાથે ખુંટવડા તા.મહુવા ખાતેથી આરોપી ભગુભાઇ ઉર્ફે ભગત ગોકુળભાઇ ગુડાળા/ભરવાડ ઉ.વ.૨૬ રહેવાસી ખુંટવડા તા.મહુવા તથા ખુંટવડામાં ડોકટર તરીકે ક્લીનીક ચલાવતા રાકેશભાઇ બાધાભાઇ નાગોથા/આહિર ઉ.વ.૩૭ રહેવાસી બ્લોક નં. ૧૦ શ્યામનગર મહુવા વાળાઓને રૂપિયા ૨૦૦૦ ની બનાવટી નોટ નંગ-૧૩ (રૂપિયા ૨૬૦૦૦) તથા મોટર સાયકલ-૧ મળી કુલ રૂપિયા ૪૭૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ખુંટવડા પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળાએ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે સંભાળેલ..

      તપાસ દરમ્યાન આરોપીઓ કબુલાત આપેલ હતી કે તેઓ પાસેથી પકડાયેલ બનાવટી નોટો તેઓને ચિરાગ ઉર્ફે મુન્નો જયેશભાઇ ઉર્ફે જપનભાઇ મકવાણા રહેવાસી નેસવડ તા.મહુવા વાળાએ આપેલ છે જેથી આરોપી ચિરાગને તેના ઘરેથી દબોચી લઇ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ હતો અને આ ચિરાગે કબુલાત આપેલ હતી કે તેને આ બનાવટી ચલણી નોટો પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરા વાળા કે જેઓ બંન્ને હાલ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે તેના પરીચીતને ત્યા રહી બનાવટી ચલણી નોટો છાપે છે તેને ત્યાથી આ બનાવટી ચલણી નોટો લાવેલ હોવાની કબુલાત આપેલ હતી.

     જે આધારે મજકુર ઇસમને સાથે રાખી એસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ઢોકળવા તા.ચોટીલા ગામે રેઇડ કરતા ત્યાથી આરોપીઓ (૧)પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી જી. અમરેલી (૨)પ્રતિકભાઇ જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરા જી. અમરેલી (૩)જશાભાઇ રવજીભાઇ કોળી રહેવાસી ઢોકળવા તા.ચોટીલાવાળાને દબોચી લીધા હતા અને ત્યાથી પોલીસે રૂપિયા ૫૦૦ ના દરની બનાવટી નોટ નંગ-૧૨૦ (રૂપિયા ૬૦,૦૦૦/- તથા રૂપિયા ૫૦૦, ૨૦૦, ૧૦૦ ના દરનીએ નોટો કાગળમાં પ્રિંન્ટ કરેલ જે કટીંગ કર્યા વિનાના કાગળો તથા નોટો છાપવા ઉપયોગમાં લેતા કોરા કાગળો તથા નોટો છાપવા ઉપયોગમાં લેતા કલર પ્રિન્ટર કમ સ્કેનર નંગ-૨ કિ.રૂ।. ૨૦,૦૦૦/- તથા અન્ય સાહિત્ય કબ્જે લેવામાં આવેલ અને આરોપીઓની ધોરણસર ધરપકડ કરી ભાવનગર લાવવા તજવીજ કરવામાં આવેલ છે. અને અગાઉ પકડાયેલ ત્રણેય આરોપીઓ (૧)ભગુભાઇ ઉર્ફે ભગતભાઇ (૨)ડોકટર રાકેશભાઇ બાધાભાઇ (૩)ચિરાગ ઉર્ફે મુન્નાને કોર્ટમાં રજુ કરી દિન-૩ ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે.

      હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે અને તપાસમાં અનેક નવી હકિકતો ખુલવા પામે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મજકુર પરેશ જગદીશભાઇ સોલંકી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ બંન્ને જણા ભાવનગર એસ.ઓ.જી. પોલીસ થોડા સમય પહેલા કરેલ જાલી નોટના કેસમાં મુખ્ય સુત્રધાર હતા અને તે ગુન્હામાં વોન્ટેડ હતા અને આરોપી પરેશ જગદીશભાઇ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર રાયોટીંગ કરી ફરજ રૂકાવટના કેસમાં પણ વોન્ટેડ છે.

    આમ એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસે કુલ – ૬ આરોપીઓને જેમા બે આરોપીઓ બે ગુન્હાના વોન્ટેડ આરોપીઓ છે તેઓને બનાવટી ભારતીય ચલણની કુલ રૂપિયા ૮૬ હજારની નોટો તથા મો.સા.-૧ તથા નોટો છાપવાના પ્રિન્ટર-૨ કિ.રૂ।. ૨૦,૦૦૦/- મળી કુલ અંદાજે રૂપિયા ૧ લાખ ૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

     આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, પી.આર.ગોહિલ, જગદીશભાઇ મારૂ, વિજયસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા, પાર્થભાઇ પટેલ, હારીતસિંહ ચૌહાણ, એલ.સી.બી.ના હેડ કોન્સ. જીવણભાઇ આહિત, પોલીસ કોન્સ. ભદ્રેશભાઇ પંડયા, નરેશભાઇ બારૈયા તથા તરૂનભાઇ નાંદવા જોડાયા હતા

     સમગ્ર રાજયમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના સંસ્કાર હોલ મા K U BAND મારફત LIVE TELECAST LED SCREEN લગાડી કાર્યક્રમ નિહાળવામાં આવેલ હતો .જેમાં માનનિય મંત્રી શ્રી વિભાવરીબહેન દવે, ભાવનગર રેંજના IGP સાહેબ શ્રી. અશોક કુમાર યાદવ, મેયર શ્રી મનહરભાઈ મોરી, કલેકટર શ્રી.ગૌરાંગભાઈ મકવાણા, ડી.ડી.ઓ. શ્રી.વરૂણકુમાર બરનવાલ, ચેરમેન શ્રી.યુવરાજસિંહ ગોહિલ,  ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી. ડી.ડી.ચૌધરી સાહેબ, પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગ્રામ રક્ષક દળના સભ્યો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલ હતા. ત્યાર બાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું..

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 09-09-2019