હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૬/૦૮/૨૦૧૯ થી તા.૦૧/૦૯/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ભાવનગર જીલ્લાના સંસ્કાર મંડળ વસ્તારમાં ડો.જતીન પારેખના દવાખાના વાળા ખાંચામા શાંતીતીર્થ-૧ ફલેટની સામે જાહેરમાં ખુલ્લા પ્લોટમાંથી છ શકુનીઓ ને કુલ કિ.રૂ.૧,૪૧,૩૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

 

        ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

        જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ રાજપાલસિંહ સરવૈયા તથા પો.કો.ચિંતનભાઇ મકવાણાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે સંસ્કાર મંડળ  ડો.જતીન પારેખના દવાખાના વાળા ખાંચામા શાંતીતીર્થ-૧ ફલેટની સામે જાહેરમાં ખુલ્લા પ્લોટમા ઝાડ નીચે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો હારજીતનો જુગાર રમે છે. બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં તિનપતીનો પૈસા પાના વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ છ ઇસમો મળી આવતા (૧) મુકેશભાઇ નરેશભાઇ મકવાણા ઉવ.૨૫ રહે. કુંભારવાડા મીલની ચાલી ખાનદાન સોસાયટી શેરી નં-૨ ભાવનગર (૨) હીતેષભાઇ રામજીભાઇ ચૌહાણ ઉવ.૩૦ રહે રહે.કુંભારવાડા મીલની ચાલી ખાનદાન સોસાયટી શેરી નં-૨ ભાવનગર (૩) મનસુખભાઇ અરજણભાઇ સાગઠીયા ઉવ.૩૬ રહે.કુંભારવાડા મીલની ચાલી શેરી નં-૨ભાવનગર (૪) વીશાલભાઇ ગીરઘરભાઇ મારૂ ઉવ.૨૫ રહે.આનંદનગર મહાવીર મંડપ સર્વીસની બાજુમા બ્લોક નં-૩૧ ભાવનગર (૫) યોગેશભાઇ હમીરભાઇ ડાભી  ઉવ.૨૫ રહે.ઉમરાળા વણકરવાસ ભાવનગર (૬) નાસી જનાર રવીભાઇ ભીખાભાઇ ગોહેલ રહે.કુભારવાડા મીલની ચાલી ભાવનગર વાળા સહિત છ  ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે તિનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવતા જે તમામ ઇસમો પાસેથી પટ્ટ સહીત રોકડ રૂ. ૧૩,૨૨૦/- તથા મોબાઇલ નંગ- ૬ કુલ કિ. રૂ. ૧૮,૦૦૦/- તથા મો.સા નંગ-૩ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૧,૨૨૦/-ના મુદામાલ સાથે મળી આવતા તમામ વિરૂધ્ધમાં પો.કો. ચિંતનભાઇ મકવાણા એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારઘારા-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

        આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ રાજપાલસિંહ સરવૈયા, જીતુભા ઝાલા, વનરાજભાઇ ખુમાણ, પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા, પો.કો. અરવિંદભાઇ પરમાર તથા પો.કો. શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 03-09-2019