હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૨/૦૮/૨૦૧૯ થી તા.૧૮/૦૮/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ઘોઘા તાલુકાના મોરચંદ ગામેથી જુગાર રમતા ૧૦ ઇસમોને પકડી પાડતી ઘોઘા પોલીસ ટીમ

 

       ભાવનગર રેન્જ ના ડી.આઇ.જી. શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી. જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વારા અપાયેલ સૂચના આધારે  ભાવનગર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી. એમ.એચ.ઠાકર સાહેબ દ્વારા ઘોઘા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. શ્રી.પી.કે.મંડોરા તથા સ્ટાફનાં માણસોને ઘોઘા પો.સ્ટે વિસ્તારમાં દારૂ જુગારની બંદી નાશ કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ  આજરોજ ઘોઘા પો.સ્ટે.ના હેડ કોન્સ ભગીરથસિંહ ગોહિલ તથા સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ગોહિલને મળેલ બાતમી રાહે હકિકત આધારે મોરચંદ ગામે આવેલ રાણાધાર તણસારોડ ઉપર આવેલ રામાપીરના મંદીર પાસે રોડની બાજુમાં  જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા. 

(૧) સુરેશભાઇ નાગજીભાઇ મકવાણા  (૨) દિલીપભાઇ ધીરાભાઇ બારૈયા  (૩) લાલજીભાઇ બીજલભાઇ બારૈયા (૪) શંભુભાઇ મેપાભાઇ મકવાણા (૫) અલ્પેશભાઇ બટૂક્ભાઇ બારૈયા  (૬) ભાવેશભાઇ હીફાભાઇ ચુડાસમા (૭) હાર્દિક બાલાભાઇ બારૈયા (૮) ભગવાનભાઇ મેપાભાઇ મકવાણા (૯) હિંમતભાઇ મનજીભાઇ કંટારીયા (૧૦) ચકાભાઇ કાનાભાઇ બારૈયા રહે.નં-૧ થી ૮ તમામ  મોરચંદ રાણાધાર તા.ઘોઘા જી.ભાવનગર તથા નં-૯ તથા નં-૧૦ ભાવનગર વાળાને ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૧૧,૭૪૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં ઘોઘા પોલીસ સ્ટેશનના હે.કોન્સ. ભગીરથસિંહ  ગોહિલ પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ગોહિલ, હરેશભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

 

મોટર સાયકલ ચોર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરના હાથે ઝડપાય ગયો.

 

    ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

       જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો તરુપણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે મહુવામાં ડોકટર પડીયા સાહેબના દવાખાના પાસેથી ચોરાયેલ મોટર સાયકલ લઇને એક ઇસમ ડોકટર છાપરીયા સાહેબના દખાઆન પાસે ઉભો છે. અને મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત આઘારે પંચો સાથે  બાતમી વાળી જગ્યા ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરનું મો.સા સાથે મળી આવતા નામ સરનામું પુછતા એહમદ ઉર્ફે ગાઠીયો કાળુભાઇ સોલેડા ઉવ.૩૦ રહે. હબીબ વાલજી સોસાયટી તવકકલ વાળાના મકાનમાં મહુવા મુળ વતન ડેડાણ તો ખાંભા જી.અમરેલી વાળો હોવાનું જણાવેલ  તેની  પાસેના હિરો કંપની નું કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળું નંબર પ્લેટ વગરનું જેના ચેચીસ નંબર- MBL HAR O70HHOO8235 એન્જીન નંબર HA 10AGHHCO8964 મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. શકપડતી મિલ્કત ગણી C R P C -૧૦૨ મુજબ કિ.રૂ. ૨૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને ઘોરણસર અટકાયત કરી મજકુરની પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે આજથી ત્રણ માસ પહેલા ડોકટર પડાયા સાહેબના દવાખાના પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. જે બાબતે મહુવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૧૫૨/૨૦૧૯ ઇ.પી.કો.-૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.   

     આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં I/C પો.ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જીવણભાઇ આહિર તથા પો.કોન્સ.તરૂણભાઇ નાંદવા તથા, નરેશભાઇ બારૈયા, ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 19-08-2019