હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૨/૦૭/૨૦૧૯ થી તા.૨૮/૦૭/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા               પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં           આવેલ હોય.

૧૫.   પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં            રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

દોઢ વર્ષ પહેલા ચોરી કરેલ મોટર સાઇકલ સાથે વાહન ચોરને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

    ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ, પો.સ.ઇન્સ.શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.                                    જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો. જયદિપસિંહ ગોહિલને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે નિલમબાગ સર્કલ સ્વિંગ પુલ પાસે એક ઇસમ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઉભો છે. તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત મળતા  પંચો સાથે  બાતમી વાળી જગ્યાએ જઇ ખરાય કરતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા નામ સરનામું પુછતા ભગવાન ઉર્ફે ભગીરથ પુજાભાઇ સીન્ઘા ઉવ.૨૪ રહે. કલમસર ભાથીજી ફળીયું તા.ખંભાત જી.આણંદ વાળો હોવાનું જણાવેલ તેની પાસેના મો.સા. હીરો હોન્ડા સ્પલેન્ડર કંપનીનું જેના રજી.નં G.J.04-BG-1867 નું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. ચોરી કરી અગર છળ કપટથી મેળવેલાનું જણાતા શકપડતી મિલ્કત ગણી C R P C -૧૦૨ મુજબ કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને  C R P C -૪૧(૧) ડી મુજબ ઘોરણ સર અટકાયત કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન માંથી  અઢી વર્ષ પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ભાવનગર  નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.   

 

      આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં I/C પો.ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં A.S.I. પરાક્રમસિંહ બી.ગોહિલ, હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા, કલ્યાણસિંહ જાડેજા, પો.કોન્સ.જયદિપસિંહ ગોહિલ, ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર, તથા કેવલભાઇ સાંગા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

 

 

રાજકોટ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

              

      ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ, પો.સ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

 

       રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૪૧૮/૨૦૦૮ ઇ.પી..કો. કલમ-૩૯૪, ૩૬૪, ૩૬૫, ૩૪૧, ૩૪૨,૧૨૦(બી) મુજબના ગુન્હામાં આરોપી હિમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલી તા.તળાજા જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં રાજકોટ કોર્ટમાં કેસ ચાલી જતા ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ અને મજકુર આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો. તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૨૦/૦૪/૨૦૧૫ થી દિન-૧૫ ની પેરોલ રજા ઉપર રાજકોટ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું. પરંતુ મજકુર આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ.

 

         ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં પોલીસ કોન્સ.  ભદ્રેશભાઇ પંડયા તથા પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી હિમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલી તા.તળાજા જી.ભાવનગર વાળા નવસારી/સુરત તરફ હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો નવસારી જઇ મુજકર પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી હિંમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલી તા.તળાજા જી.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે. 

 

       આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ જીવપણભાઇ આહિર, પો.કો. તરૂણભાઇ નાંદવા, નરેશભાઇ બારૈયા, ભદ્રેશભાઇ પંડયા ડ્રા.ચિરંતનભાઇ રાવળ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 29-07-2019