હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૮/૦૭/૨૦૧૯ થી તા.૧૪/૦૭/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

વલ્લભીપુર વાડીમાં જુગાર રમતા શકુનીઓને  રોકડ રૂ. ૨,૦૦,૭૦૦/-કુલ કિ.રૂ. ૪,૮૮,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી લેતીલોકલ  ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર

      ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ તથા પો.સ.ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ /જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

        જે સુચના આઘારે એલ.સી.બી. પોલસ સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે રણજીતભાઇ વલ્લભભાઇ સોનાણી રહે. ચમારડી દરવાજા ભટ્ટ શેરી વલ્લભીપુર વાળા તેના કબ્જા ભોગવટાની વાડી વલ્લભીપુર ભાવનગર હાઇવે રોડની ડાબી બાજુ આવેલ તેની કબ્જાની ઓરડીમાં  બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે આજરોજ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ ચાર ઇસમો જુગાર રમતા મળી આવતા જેમાં (૧) રણજીતભાઇ વલ્લભભાઇ ઉવ. ૪૨ રહે. વલ્લભીપુર (ર) રજાકભાલ સતારભાઇ ઉવ. ૪૩ રહે. શિહોર (૩) અલ્તાફભાઇ હનીફભાઇ ઉવ.૪૧ રહે.ભાવનગર (૪) કેતનભાઇ વનમાળીભાઇ ઉવ. ૩૫ રહે. વલ્લભીપુર વાળાના કબ્જામાંથી  રોકડ રૂપિયા ૨,૦૦,૭૦૦/- તથા ગંજીપતાના  પાના  તથા મારૂતી રીડર્ઝ કિ.રૂ.૨,પ૦,૦૦૦/- મળી  કુલ રૂ. ૪,૮૮,૭૦૦/-નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ્માં પોલીસ સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજાએ જુગારઘારા કલમ-૪/૫ મુજબની કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુર.ન. ૪૪/૨૦૧૯ થી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

         આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.જીવણભાઇ આહિર, પો.કોન્સ.ઇમ્તીયાઝખાન પઠાણ, તરૂણભાઇ નાંદવા, નરશેભાઇ બારૈયા, ભદ્રેશભાઇ પંડયાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા

 

સ્ફોટક પદાર્થ કિ.રૂા.૩,૮૬,૪૦૦/- સાથે એક ઇસમને નારીગામ ખાતે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ.

        ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકી વિસ્તાર સ્ફોટક પદાર્થ વેચાણ કરતા હોય તેવી માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબને ખાસ કામ સોપેલ જે અનુસધાને એસ.ઓ.જી. પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર એસ.ઓ.જી.એ ઓપરેશન કરી નારી ગામે શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા વાળા પોતાના ઘરની પાસે આવેલ ઓરડીમાં ગે.કા.રીતે સ્ફોટક પદાર્થ ફટાકડાના બોકસ કુલ ૧૫૭ જેની કુલ કિ.રૂા.૩૮૬૪૦૦/- સાથે ઝડપી પાડેલ છે. 

         આ બનાવની વિગત એવી છે કે, આજરોજ  ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન નિચે ભાવનગર એસ.ઓ.જી.ના પો.કોન્સ. બાવકુદાન ખીમરાજભાઇ ગઢવીને મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસે ઓપરેશન કરેલ જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,  શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા વાળા પોતાના ઘરની પાસે આવેલ ઓરડીમાં ગે.કા.રીતે સ્ફોટક પદાર્થ (ફટાકડા) રાખી વેચાણ કરે છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપી શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા ઉ.વ.૪૨ ધંધો ખેતી તથા વેપાર રહે. નારી ગામ ચોરા વિસ્તાર તા.જી.ભાવનગર વાળાએ સ્ફોટક પદાર્થ પોતાના ભોગવટા વાળી ઓરડી (રૂમ) માં રાખવા તથા વેચવા અંગે સક્ષમ અધિશ્રીનું લાયસન્સ મેળવ્યા વગર ગે.કા. પોતાના કબ્જામાં સ્ફોટક પદાર્થ (ફટાકડા) કુલ કિ.રૂા.૩,૮૬,૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવેલ જેના વિરૂધ્ધમાં સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ વરતેજ પોલીસ ચલાવી રહી છે.  

       આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલીયા,  પો.કોન્સ. ચંન્દ્રસિંહ વાળા,  શરદભાઇ ભટ્ટ, બાવકુદાન ગઢવી, મહીપાલસિંહ ગોહિલ જોડાયા હતા.

 

તા:૧૩/૦૭/૨૦૧૯ ના રોજ અરજદાર હિતીક્ષાબેન મુકેશભાઈ ડાભી (રે.દેસાઈનગર ભાવનગર) નાઓ વડોદરા જવા માટે નીકળેલ તેઓએ દેસાઈનગર થી એસ.ટી.બસસ્ટેંડ સુધી રીક્ષા બંધાવેલ જેમા તેઓ પોતાનુ પર્સ ભુલી ગયેલ જેમા રૂ.૨૪૦૦/- તથા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂટણીકાર્ડ, તેમજ અગત્યના બીજા ડોક્યુમેન્ટ હતા આઅંગેની જાણ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કરતા નેત્રની ટીમ દ્વારા ફૂટેજ ની મદદથી રીક્ષા ને ગણતરીના સમયમાં ઓળખવામા આવેલ અને રીક્ષાનો લાઈસન્સ પ્લેટ નંબર GJ-04-AU-0092 જણાતા પોકેટ કોપની મદદથી રીક્ષાના માલીક અને એડ્રેસની વિગત મેળવી અરજદારનુ પર્સ અને તેમા રહેલ રૂપીયા તેમજ ડોક્યુમેન્ટ અરજદારને પરત અપાવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 15-07-2019