તા.૨૭/૦૫/૨૦૧૯ થી તા.૦૨/૦૬/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ
ભાવનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી. એસ.એન.બારોટ સાહેબની સુચના અને પો.સબ.ઇન્સ.શ્રી. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ ચોગઢ ઢાળ થી ચોગઢ ગામ જવાના રસ્તેથી આરોપી કાસમભાઈ પુનાભાઈ ખારોઈ ઉ.વ.૫૦ રહેવાસી મુળ ગામ ચોબારી તા. ભચાઉ જી. કચ્છ હાલ ગામ ઝુંમર તા. ધંધુકા જી. અમદાવાદ વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ.હેડ.કોન્સ. અનિરુદ્ધસિંહ ગોહિલ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. શ્રી.એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા શરદભાઈ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજુભાઈ ભલાભાઈ જોડાયા હતા.
બે વર્ષથી વાહન ચોરીના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસની ટીમ.
તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબે જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી.પોલીસના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણને મળેલ સંયુક્ત બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર.૧૦૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શિવો ઉર્ફે સાગર ઉર્ફે વાઘરી (દે.પુ.) જીકાભાઇ ઘોઘારી, ઉ.વ.૨૨ રહેવાસી માધવ દર્શન કોમ્પ્લેક્ષ સામે રાધા મંદિર પાસે ખાંચામાં જી.ભાવનગર વાળાને ઘોઘારોડ શ્રમજીવી અખાડા પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી. એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા મહિપાલસિંહ ગોહીલ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા જોડાયા હતા.
|