હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૦/૦૫/૨૦૧૯ થી તા.૨૬/૦૫/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.

 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

બે દિવસ પુર્વે શિવાજી સર્કલ પાસે થયેલ અનડીટેકટ લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

 

        આ બનાવની વિગત એવી છે કે, બે દિવસ પુર્વે તા. ૨૩/૦૫/૨૦૧૯ ના બપોરના સવા ત્રણ સાડા ત્રણ વાગ્યાના સુમારે ફરિયાદી ધર્મેન્દ્રભાઇ સતનભાઇ સરવૈયા રહે. દેવરાજનગર ભાવનગરવાળા પોતાના મોટર સાયકલ ઉપર દુધ એજન્સીના ઉઘરાણીના પૈસા લઇને બેંકમાં ભરવા જતા હતા અને શિવાજી સર્કલ સીતારામ હોસ્પીટલ પાસે રોંગ સાઇડમાં એક મોટર સાયકલ ઉપર બે ઇસમો આવી ફરિયાદીના મોટર સાયકલ સાથે તેઓનું મોટર સાયકલ ભટકાડી ફરિયાદી સાથે ઝઘડો કરી દરમ્યાન બીજા સ્પોર્ટ બાઇક ઉપર બે ઇસમો આવી ચારેય ભેગા મળી ફરિયાદી પાસે રહેલ રૂપિયા ભરેલ થેલો જેમા રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- હતા તેની લુંટ કરી મોટર સાયકલો ઉપર ભાગી ગયેલ જે બાબતે ફરિયાદીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકિકત જાહેર કરેલ.

        ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગરના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી./એલ.સી.બી.ને સુચના આપેલ જે અનુસંધાને SOG/LCBના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે LCB પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા SOGના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ.

      દરમ્યાન ભાવનગર પોલીસને ત્રીજી આંખ સમાન નેત્ર તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા તથા એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને બાતમી દારો દ્રારા હકિકત જાણવા મળેલ કે, ઉપરોક્ત લુંટમાં રીઢો ચોર મેહુલ ઉર્ફે કુબો ધરમશી બાંભણીયા/કોળી રહે. ભુંભલી વાળો સંડોવાયેલ હોય અને તે પોતાના હવાલાના મો.સા. ઉપર અધેવાડાથી ભાવનગર તરફ આવવાનો હોય તેવી ચોક્કસ માહિતી મળતા જુદી જુદી ટીમ બની વોચમાં હતા દરમ્યાન રીંગ રોડ ઉપરથી આ મેહુલ ઉર્ફે કુબો પકડાઇ ગયેલ બાદ જેની પ્રાથમીક પુછપરછમાં પોતે લુંટના ગુન્હાની કબુલાત આપી અને આ લુંટમાં પોતાના ઉપરાંત અન્ય આરોપીઓ સુરતથી ભાવનગર આવવાના છે અને પોતે તેનેજ લેવા માટે જાય છે તેવી હકિકત જણાવતા મજકુરને પોલીસ હવાલે લઇ સાથે રાખી અમદાવાદ હાઇવે નિરમા પાટીયા વોચમાં હતા દરમ્યાન આરોપીઓ (૧)મધુ બાબા સોલંકી/આહિર ઉ.વ.૨૪ રહે. કોદીયા તા.તળાજા જી.ભાવનગર (૨)ભાવીક ધર્મેશભાઇ દવે/બ્રાહ્મણ ઉ.વ.૨૬ રહે. શિવનારાયણ સોસાયટી લીલા સર્કલ ભાવનગર (૩)દિનેશ લોમાભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે. મુળ ગામ કોદીયા તા.તળાજા જી.ભાવનગર (૪) જીતુભાઇ ઉર્ફે જય ઓઘડભાઇ ભાદરકા/આહિર ઉ.વ.૨૫ રહે.કોદીયા તા.તળાજા જી.ભાવનગર (૫)જીતુભાઇ હાજાભાઇ ખમલ/આહિર ઉ.વ.૨૩ રહે.ઘાણા તા.તળાજા જી.ભાવનગર (૬)ભાવિક ઉર્ફે ભાવો દિનેશભાઇ ગોસ્વામે/બાવાજી ઉ.વ.૨૦ રહે. ભુંભલી તા.જી.ભાવનગરવાળાઓ પકડાઇ ગયેલ અને તેઓ પાસેથી લુંટમાં વાપરેલ વાહનો મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે 

         મજકુર આરોપીઓ  પુછપરછમાં હકિકત જણાવેલ છે કે, ઉપરોક્ત તમામે અગાઉ ફરિયાદીની રેકી કરી તા.૨૩/૦૫/૨૦૧૯ ના રોજ શીવાજી સર્કલ પાસે રોકડ રૂપિયા ભરેલ થેલાની લુંટ કરી ભાગી ગયેલ હતા આમ ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે મળી બે દિવસ પુર્વે થયેલ રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- ના લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. આરોપીની પુછપરછ હાલ ચાલુ છે લુંટમાં ગયેલ રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબ્જે લેવા તજવીજ શરૂ છે. તદ્ઉપરાંત આરોપીઓ કબુલાત આપેલ છે કે બી ત્રણ દિવસ બાદ મજ્કુર આરોપીઓ જેસર પાસેના કોઇ દુધ મંડળીના કર્મચારી લુંટી લેવાનો પ્લાન બનાવેલ હતો આ પ્લાનને અંજામ આપે તે પહેલા જ આરોપીઓએને ઝડપી પાડવામાં આવેલ હતા.   

          આ કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ રાહબરી નીચે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ તથા નેત્ર કમાન એન્ડ કંટ્રોલ તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા આર.આર.સેલ.ની ટીમ જોડાઇ હતી. તેમજ ઉપરોક્ત સાત આરોપીઓમાંથી એક આરોપીને પકડવામાં આર.આર.સેલ. ભાવનગરની ટીમ પણ જોડાઇ હતી.

 

ભાવનગર શહેર મા થયેલ લુંટનાં આરોપીને સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી ગણતરી ની કલાકમાં પકડી પાડતી  ગંગાજળિયા પોલીસ

               મ્હે.પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પો.અધિ શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ના.પો.અધિ એમ.એચ.ઠાકર સા એ ભાવનગર જીલ્લામા થયેલ લુંટના  આરોપીઓ પકડી પાડવા સુચનાં કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્ર ની ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણી કરી અને લૂંટ કરનાર આરોપીઓના ફોટો અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.શુક્લા સાહેબને માહિતગાર કરતા તેમની સુચનાથી ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનાં માણસો પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન   તરુણભાઇ નાંદવા તથા સંજયસિંહ ઝાલા ને બાતમી રાહે હકીકત મળેલ કે, ગંગાજળિયા પોસ્ટે ફસ્ટ ગુન્હા નં - 41/2019 ઇ.પી.કો કલમ 392 504,114  મુજબનાં ગુન્હાનાં કામે આરોપી

(1)  ભદ્રેશ ઉર્ફે ભદુ  ચંદુભાઈ જાદવ  ઉવ 27 રહે- ભરતનગર ત્રણ માળીયા ભાવનગર...

(2) સદામ ઉર્ફે કાળું સત્તારભાઈ શાહ  ઉવ 19 રહે. આનંદનગર  ભાવનગર...

(3) બાળ કિશોર  ભાવનગર વાળા  હાલ ઉપરોકત ત્રણેય આરોપીઓ  જુનાબંદર રોડ મોંગલમાનાં મંદિર પાસે હીરોહોન્ડા લઇ પસાર થાય છે તેવી હકીકત આધારે વોચ ગોઠવી ઉપરોકત  ભાવનગર વાળાઓ મળી આવતા મજકુર ઇસમોને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછપરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતાં ગંગાજળિયા પો સ્ટે ફસ્ટ ગુન્હા નં-41/2019 ઇપીકો કલમ 392,504,114 મુજબનાં ગુન્હાનાં કામે આજરોજ કલાક- 19/00વાગ્યે ધોરણસર અટક કરેલ છે.

                 આ સમગ્ર કામગીરી ગંગાજળિયા પોસ્ટેના પો.ઇન્સ આર.જે.શુક્લા  સાહેબ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રની  ટીમ તેમજ પો.સ્ટે.ના  ડી સ્ટાફના પો.હેડ.કોન્સ કે.જી.મયા  એચ. બી. સોઢાતર તથા પો.કોન્સ સંજયસિંહ ઝાલા.તથા તરુણભાઇ નાંદવા  પો.કોન્સ દસરથસિંહ  ગોહીલ તથા હિરેનભાઈ મકવાણા તથા મનદિપસિંહ ગોહિલ તથા રુપદેવસિંહ રાઠોડ તથા ચંપકસિંહ જાડેજા  જોડાયેલ હતાં...

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 27-05-2019