હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૬/૦૫/૨૦૧૯ થી તા.૧૨/૦૫/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

મોબાઇલ લાઇટના અંજવાળામાં પાંચ શકુનીઓ ને રૂ.૩૨,૭૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર

 

       ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

 

     જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં તે દરમ્યના શકિતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે સિંધુનગર, સંતપ્રભારામ ચોક, રામ-બલરામ પાનના ગલ્લા પાછળ જાહેરમા અમુક ઇસમો મોબાઇલ ફોનની લાઇટ વતી ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જાહેરમાં મોબાઇલની લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં 

(૧)       મહેન્દ્રભાઇ જેઠાનંદ બાલચંદાણી ઉ.વ.૨૯ રહે.સિંધુનગર, ગલ્લી-૨, રૂમ નં.૭૭, ભાવનગર 

(૨)       સુનિલભાઇ અચુમલ કુકડેજા ઉ.વ.૩૪ રહે.સિંધુનગર, ગણેશ કટલેરીવાળો ખાંચો, રૂમ નં.૨૭,

(૩)       જીગ્નેશભાઇ કનકભાઇ હરસોરા ઉ.વ.૩૩ રહે. ટોપથ્રી રોડ, સ્વપ્ન સ્રુષ્ટિ સોસાયટી,ભાવનગર 

(૪)       અમિતભાઇ પ્રકાશભાઇ વલરાણી ઉ.વ.૩૨ રહે.સિંધુનગર, હનુમાનજી ની દેરી મફતનગર 

(૫)       પંકજભાઇ કિશનચંદ નેભરાણી ઉ.વ.૩૧ રહે.સંતકંવરરામ ચોક, લાઇન નં.૬,રૂમ નં.૧૪૩

 

     ઉપરોકત પંચેય ઇસમો જાહેરમાં મોબાઇલ ફોનની લાઇટના અંજવાળે  ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૧૧,૭૧૦/-,મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/-મળી કુલ રૂ.૩૨,૭૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હલ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

    આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં તથા એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ, હે.કોન્સ.ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિઠ્ઠલભાઇ બારૈયા, કેવલભાઇ સાંગાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 20-05-2019