હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૨૨/૦૪/૨૦૧૯ થી તા.૨૮/૦૪/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

ભાવનગર શહેરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ ટીમ

 

         ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી. જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી.એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, ભાવનગર શહેરમાંથી જુદી-જુદી જગ્યાઓએથી મોબાઇલ ચોરી કરતી ટોળકી નિર્મળનગરના નાકે ઉભેલ છે. જે આધારે ત્રણ ઇસમો (૧) સાહિલભાઇ સુરેશભાઇ ગોહેલ ઉ.વ. ૧૯ રહે. કુંભારવાડા માઢીયારોડ શેરી નં. ૧૫ ભાવનગર (૨) અશોકભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે. હાદાનગર વેલનાથ ચોક ભાવનગર (૩) ચિરાગ સુનીલભાઇ ગોહેલ ઉ.વ.૧૯ રહે. વિઠ્ઠલવાડી બેઠલા નાળા પાસે ભાવનગર વાળાઓને  ઝડપી પાડી તેઓની પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન (૧) ઓપો કંપનીનો મોડલ A-83 કિ.રૂ. ૫૦૦૦/- (૨) કાર્બન કંપનીનો મોડલ એરો સ્ટ્રોમ કિ.રૂ. ૫૦૦૦/- (૩) નોકીયા કંપનીનો મોડલ RM-1190 કિ.રૂ. ૫૦૦/- (૪) સેમસંગ કંપનીનો મોડલ SM-B310E કિ.રૂ. ૫૦૦/- (૫) કાર્બન કંપનીનું મોડલ K58 કિ.રૂ. ૫૦૦/- કબ્જે કરવામાં આવેલ છે 

      મજકુર ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા ઉપરોક્ત તમામ મોબાઇલ તેઓએ શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા એક મોબાઇલ ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુન્હા રજી. નંબર ૮૯/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર ત્રણેય વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

      આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા  પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 29-04-2019