તા.૧૫/૦૪/૨૦૧૯ થી તા.૨૧/૦૪/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ચોરીના એકટીવા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે સહકારી હાટ, પ્લોટ ગેટ ચોકી પાસે આરોપી સંદિપભાઇ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા/કોળી ઉ.વ. ૨૩ ધંધો- પ્રા. નોકરી રહે. રામતીર્થ સોસાયટી પ્લોટ નં. ૨૬, સરદારનગર, ભાવનગર વાળાને એક શંકાસ્પદ રજીસ્ટ્રર કાગળો વિનાના એકટીવા સ્કુટર રજી. નં. GJ04-CN-6625 તથા ચેચીસ નંબર ME4JF505KGU456137 તથા એન્જીન નંબર JF50EU34455699ના કી.રૂ. ૩૦૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
સદર મોટર સાઇકલની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સાના. રજી. નંબર ઉપરથી ખરાઇ કરતા સદર એકટીવા સ્કુટર ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગે ફરિયાદ થયેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના સ્કુટર સાથે ઝડપી પાડેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબ અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા મહાવિરસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.
|