તા.૦૮/૦૪/૨૦૧૯ થી તા.૧૪/૦૪/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર, બોટાદ, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઘરફોડ ચોરીના/લુંટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપ લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર
પોલીસ અધિક્ષક શ્રી.જયપાલસિંહ રાઠોડ સાહેબએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી.જાડેજાનાઓને નાસ્તા ફરતા આરોપીઓની હકિકત મેળવી પકડી લઇ કાયદેસર કાયર્વાહી કરવા સુચના કરેલ.
જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ ભાવનગર શહેશમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર શહેર વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી S/O દોલાભાઇ વાઘેલા/દેવી પુજક ઉવ.૧૯ રહે. મુળ ગામ ગરીપરા તા.ઘોઘા જી.ભાવનગર હાલ-અલંગ યાર્ડ પ્લોટ નં-૬ ની સામે તા.તળાજા જી.ભાવનગર વાળો રીલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ જવાહર મેદાનમાં ઉભો છે. જે હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા મજકુર વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૮ ઇ.પી.કો. ૩૯૨ નાગુન્હામાં નાસ્તો ફરતો છે. તેમ પુછપરછમાં જણાવતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાયર્વાહી કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા મજકુર
(૧) ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૩૧/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ ( રાજકોટ ગ્રામ્ય)
(ર) ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૫૫/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ ( રાજકોટ ગ્રામ્ય)
(૩) પાલીતાણા રૂલર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૪૩/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર)
(૪) પાલીતાણા રૂલર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૫૫/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર)
(૫) ગારીયાઘાર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૭૬/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર)
(૬) શિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૧૦/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર)
(૭) પાલી.ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૯૭/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર)
(૮) બોટાદ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૫૬/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (બોટાદ જીલ્લો)
(૯) બોટાદ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૦૩/૧૯ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (બોટાદ જીલ્લો)
(૧૦) ઉમરાળા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૦૪/૧૯ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર જીલ્લો) મળી કુલ-૧૦ ઘરફોડ ચોરી તથા ૧ લુંટના ગુન્હા કરેલની કબુલાત આપતા આ ગુન્હાઓમાં નાસ્તો ફરતો હોવાનું જણાવતા મજકુરને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આગળની કાયર્વાહી કરવા સોપી આપેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ.શ્રી. એમ.જી.જાડેજા તથા એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા પો.કો. ઇમ્તીયાજ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજૈન્દ્રસિંહ સરવૈયા શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.
|