હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૫/૦૩/૨૦૧૯ થી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

વાહન ચોરીના ગુન્હામાં એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

 

              ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ  સાહેબની સુચનાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સ.ઇ.શ્રી.એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-વિસ્તારમાં મિલ્કત સંબંઘી ગુન્હાઓ ડીટેકટ કરવા તથા નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

                જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં  ભાવનગર, વાઘાવાડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે જી.ઇ.બી.ની ઓફિસ પાસે આવતા હેડ.કોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયાએ એક ઇસમને નંબર પ્લેટ વગરના મોટર સાઇકલ સાથે પકડતા જેનુ નામ સરનામું પુછતા સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા ઘોરૂભા ગોહિલ ઉવ.૨૭ ઘંઘો-ખેતીનો રહે. ઓદરકા ગામ તા.ઘોઘા જી.ભાવનગર વાળા હોવાનું જણાવેલ. તેનાં કબ્જામાં રહેલ કાળા કલરનું હિરો હોન્ડા મો.સા. નંબર પ્લેટ વગરનું જેના એન્જીન નંબર- HA10 EJEHL 13478  તથા ચેસીઝ નંબર-MBLHA10 AMEHL71255ના લખેલ છે. જે વાહનના રજીટર બુકનાં કાગળો કે આધાર માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. જે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મજકુરે  ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- Cr.P.C.કલમઃ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ. મજકુરની પુછપરછ  કરતા આજથી એક વર્ષ પહેલા ભાવનગર હિમાલીયા મોલ  પાસેથી પોતાએ ચોરી કરેલાની કબુલાત આપેલ છે. જે બાબતે ખરાય કરતા  નિલમબાગ પો.સ્ટેમાં  ફ.ગુ.ર.ન-૮૫/૨૦૧૮  ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે. 

                આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સ.ઇ.શ્રી એન.જી.જાડેજા સાહેબની સુચનાથી એલ.સી.બી.પોલીસ સ્ટાફના હેઙ.કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા, રાજપાલસિંહ સરવૈયા પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણ, રાજેન્દ્રસિંહ સરવૈયા ચિંતનભાઇ મકવાણા, વિઠ્ઠલભાઇ બારૈયા તથા જયદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 01-04-2019