તા.૨૫/૦૨/૨૦૧૯ થી તા.૦૩/૦૩/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(એ.એમ.સૈયદ)
I/C નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામા જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૨ ઇસમને રોકડ રૂ.૧૦,૪૪૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ.સાહેબે તમામ પોલીસ સ્ટેશન અધિ.શ્રી ઓને આપેલ સુચનાં કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગે.કા.દારૂ/જુગારની પ્રવૃત્તિઓ ને સદંતર નેસ્ત નાબુદ કરવાં આપેલ માર્ગદર્શન મુજબ પાલીતાણા ડિવિઝનના ના.પો.અધિ શ્રી નાં રાહબરી હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ.કે.એચ.ચૌધરી સાહેબની આગેવાની હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફનાં હેડ.કો.પી.કે.ગામેતી તથા પો.કોન્સ અનિલભાઇ પાવરા તથા પો.કોન્સ કલ્પેશભાઇ જોગદીયા તથા પો.કોન્સ વિજયભાઈ મકવાણા તથા પો.કોન્સ શક્તિસિંહ જે સરવૈયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન નવાગામ ગારીયાધાર રોડ પર પહોંચતાં સાથેનાં પો.કોન્સ શક્તિસિંહ જે સરવૈયા તથા પો.કોન્સ કલ્પેશભાઇ જોગદીયા નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે જુનાં બેલા રોડ ગારીયાધાર ખાતે સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતાં રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-2, માણસો (1) હુસૈનભાઇ ઉર્ફે દાઢી હબીબભાઇ ચૌહાણ.જા.ફકીર.ઉ.વ.૫૧.રહે મફતપરા ગારીયાધાર.
(2) લાલાભાઇ ભાંકુભાઇ ધોળકીયા.જા.દે.પુ.ઉ.વ.૬૦.રહે મફતપરા ગારીયાધાર ના ઓ પકડાઇ ગયેલ તેમજ નીચે મુજબનાં ઇસમો ભાગી ગયેલ.(1) અલ્તાફ ઉર્ફે ધરડો.(2) વિજય ઉર્ફે બોખ્ખો.(3) કનુભાઈ બદુભાઇ.
(4) હાદાભાઇ બોધાભાઇ.(5) નિલેશ ઉર્ફે નીલ. રહે તમામ ગારીયાધાર વાળા હતાં તેવું પકડાયેલ ઇસમોએ જણાવેલ.1.થી.5. નંબરનાં ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે તેમજ ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૦,૪૪૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે ઇસમોનો તમામ મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર અટકાયત કરવામાં આવેલ તેમજ જુગાર રમતાં ઇસમો નાસી ગયેલ .તેઓ વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ.કે.એચ.ચૌધરી સા તથા હે.કો.પી.કે.ગામેતી તથા પો.કો.શક્તિસિંહ સરવૈયા તથા પો.કો.વિજયભાઈ મકવાણા તથા પો.કો કલ્પેશભાઇ જોગદીયા તથા પો.કો.અનિલભાઇ પાવરા તેમજ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
|