|
અત્રેના જિલ્લામાં જે ગુના દાખલ થાય છે એટલે કે ભાગ ૧ થી પ, ભાગ - ૬ અને પ્રોહીબીશનના ગુનાની માહિતી હેડ વાઇઝ દરેક પોલીસ સ્ટેશન પાસેથી એકઠી કરી તૈયાર કરવામાં આવે છે અને ઉપરી અધિકારીશ્રીઓને રિપોર્ટ કરવામાં આવે છે.
- ઉપરોક્ત ગુનામાં સિરિયસ ગુના જેવા કે ખૂન, ખૂનની કોશિષ, ધાડ, લૂંટ વગેરે ગુનાઓનો વિગતવાર સ્પેશિયલ રીપોર્ટ તૈયાર કરી ઉપરી અધિકારીશ્રીઓને રિપોર્ટ કરવામાં આવે છે.
- મિલકત સંબંધી કે શરીર સંબંધી અનડિટેક્ટ સિરિયસ ગુનામાં તાત્કાલીક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ બનાવવામાં આવે છે અને ગુનો ડિટેક્ટ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે.
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન
- નોંધાયેલા ગુનાની તપાસ તાત્કાલિક હાથ ધરવામાં આવે છે.
- ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી પુરાવા મેળવી તે આધારે આરોપીની ધરપકડ કરવામાં આવે છે.
- આરોપીને બિનજામીનલાયક ગુનામાં કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
- આરોપી જામીન ઉપર છૂટે ત્યારે ફરીથી સુલેહભંગ ન કરે તે માટે આરોપી ઉપર સીઆરપીસી મુજબ અટકાયતી પગલા લેવામાં આવે છે.
- આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ કરવામાં આવે છે અને કાગળો કોર્ટમાં મોકલવામાં આવે છે.
- કોર્ટમાં કેસ ચાલે ત્યારે મુદતે હાજર રહી કન્વિક્ટ થાય તે મુજબ સાહેદોને તૈયાર કરી સાહેદી આપવામાં આવે છે.
ક્રાઇમ રેકોર્ડિંગ
- જિલ્લામાં દાખલ થતા ગુનાઓની ફરિયાદ વિગતવાર લખી એફ.આઇ.આર. નોંધવામાં આવે છે. જે નિયત નમૂના મુજબ એફ.આઇ.આર. ફાડવામાં આવે છે અને રેર્કોડિંગ પુરાવા તરીકે જે તે મેજિસ્ટ્રેટશ્રી તરફ નકલ મોકલવામાં આવે છે.
- આ દાખલ થયેલા ગુનાના એફ.આઇ.આર. મુજબ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા ક્રાઇમ રજિસ્ટરમાં વિગતવાર નોંધ કરવામાં આવે છે. જેમાં આરોપીની ધરપકડ જામીનદારના નામો ચાર્જશીટ કર્યા તારીખ કોર્ટ કેસ નંબર કેશ ડાયરી વગેરે ૧ થી રપ નિયત નુમનાના કોલમ મુજબ થયેલ તપાસની વિગતોની નોંધ કરવામાં આવે છે.આ કોર્ટના રજિસ્ટરો કાયમી રેકર્ડ હોવાથી ખૂબ જ અગત્યતતા આપી વ્યવસ્થિત અને સચોટ માહિતીની નોંધ કરવામાં આવે છે.
- ક્રાઇમ રજિસ્ટર ઉપરાંત બીજા નિયત નમૂના મુજબના રજિસ્ટરો જેવાં કે (૧) ચેહર નિશાન રજિસ્ટર (ર) લોકઅપ રજિસ્ટર (૩) મુદ્દામાલ રજિસ્ટર (૪) મુદ્દામાલ પાવતી (પ) વિલેજ ક્રાઇમ બુકો (૬) ચાર્જશીટ રજિસ્ટર (૭) કેશ ડાયરી (૮) સમરી રજિસ્ટર વગેરેમાં પણ કોલમ મુજબ જરૂરી ગુનાને લગતી નોંધ કરવામાં આવે છે.
- આ સિવાયના અન્ય રજિસ્ટરો જેવાં કે (૧) અ.મોત રજિસ્ટર (ર) એમ. કેસ રજિસ્ટર (૩) પબ્લિક એન.સી. રજિસ્ટર (૪) જાણવા જોગ રજિસ્ટર (પ) અકસ્માત આગ રજિસ્ટર (૬) ગુમ રજિસ્ટર (૭) આરોપીનું હાજર રજિસ્ટર (૮) કક્કાવારી રજિસ્ટર (૯) વિલેજ ક્રાઇમ બુકો (૧૦) સસ્પેક્ટ રજિસ્ટર (૧૧) જાણીતા ગુનેગાર રજિસ્ટર (૧ર) નાસતાફરતા તહોદાર રજિસ્ટર (૧૩) સર્વેઇન્સ (હિસ્ટ્રીશીટર) રજિસ્ટર (૧૪) એક્વિટન્સ રજિસ્ટર (૧પ) કન્વેક્ટ રજિસ્ટર (૧૬) ચાર્જશીટ રવાનગી રજિસ્ટર વગેરે રજિસ્ટરોમાં આરોપી વિરૂદ્ધના નોંધાયેલ ગુના સંબંધે જરૂરી નોંધો કોલમ મુજબ કરવામાં આવે છે.
- આ ક્રાઇમનું રેકર્ડ બરાબર નોંધ કરવામાં આવે છે કે કેમ ? તે અવાર નવાર એટલે કે સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન ચેક કરવામાં આવે છે તેમ જ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન પણ ચેક કરી જરૂરી માર્ગદર્શન આપી પૂર્તતા કરવામાં આવે છે.
ક્રાઇમ પ્રિવેન્શન
- ક્રાઇમ કંટ્રોલમાં રહે તે માટે સીઆરપીસી ૧૦૭, ૧૦૯, ૧૧૦ તથા બીપી એક્ટ ૧રર, પાસા, તડીપાર, પ્રોહીબીશન ૯૩ જેવાં અટકાયતી પગલાં લેવામાં આવે છે.
- દારૂ બનાવવાવાળા, રાખવાવાળા, વેચવાવાળા તથા પીવાવાળા ઉપર વારંવાર રેઇડ કરી કેસો કરવામાં આવે છે.
- જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા ઇસમો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ કેસો કરવામાં આવે છે.
- ઓઇલ ચોરીના ગુનાઓ અટકાવવા સારૂ અવાર – નવાર હાઇવે રોડ ઉપરથી પસાર થતા ટેન્કરોને ચેક કરી ગેરકાયદેસર જણાઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
|
|