લક્ષ્ય અને હેતુ
જિલ્લાપોલીસ શિસ્ત, ફરજ નિષ્ઠા, નીતિમત્તા અને પ્રામાણિકતા તેમજ બંધારણીય મૂલ્યોપનાં ઉચ્ચત્તમ ધોરણો હાંસલ કરી, વિવેકબુદ્ધિ, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને કરુણા સાથે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત જનસેવાના આદર્શ સાથે જનસેવામાં કર્તવ્યપરાયણ રહી જાતિ-ધર્મ-ભાષા કે પ્રાદેશિક ભાવનાથી પર રહી મક્કમતા અને પારદર્શકતા સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી, ગુના નિવારણઅને શોધન તેમજ કાનૂન અમલીકરણની જવાબદારીનો અસરકારકતા સાથે નિર્વાહ કરી રાજ્યમાં નિરંતર વિકાસ અને સમૃદ્ધિ માટે યોગ્ય ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેવું.
વીરતા અને કૌશલ્યથી ત્રાસવાદ, માનવ મહત્તાને હાનિરૂપ પ્રવૃત્તિઓ, રાષ્ટ્ર વિરોધી અને વિઘ્વંસક પ્રવૃત્તિનો સામનો કરી તેનું નિર્મૂલન કરી માનવતા વિરુદ્ધની આવી પ્રવૃત્તિ સામે સદૈવ જાગૃત રહેવું. વ્યાવસાયિક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેક્નોલોજીના પોલીસ કાર્યનાં ઉપયોગથી તપાસની ગુણવત્તા અને વ્યવસ્થાની અસરકારતા વધારી કાયદાનું શાાસન સુદૃઢ કરવા કરાવવા પ્રયત્નશીલ રહેવું. સકારાત્મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઈએ નાગરિકોને કેન્દ્રમાં રાખી પોલીસ કાર્યપદ્ધતિમાં ધરખમ અને પરિણામ લક્ષી તેમજ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનય, વિવેકયુક્ત અને સુરુચિપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જન સહયોગના માઘ્યમથી જન તકેદારી અને જનભાગીદારીથી ગુના નિવારણ, શોધન, માનવમહત્તાને હાનિરૂપ વ્યસનો વગેરે સામાજિક બદીના નિર્મૂલન માટે કાનૂની કાર્યવાહી ઉપરાંત યોગ્ય વાતાવરણ નિર્માણ માટે પ્રયત્નશીલ રહેશે અને કોમી સદ્દભાવ તેમજ એખલાસની ભાવના ઊભી કરી વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેની તકેદારી લેશે.
ફરજમાં બિનપક્ષપાતી/તટસ્થ વલણ, મક્કમતા સાથે કાનૂન અમલીકરણ, જનઉત્તરદાયી પારદર્શક વ્યવસ્થા અને અન્ય વિભાગો સાથે આત્મીતય સંકલન, માનવ અધિકાર પ્રત્યે આદર અને કાનૂન પ્રતિબધ્યન નાગરિકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરી પોલીસના વ્યવસાયને જનમાનસ પર ઊંચુ સ્થાન અપાવે તેરીતે ફરજ અદા કરી/રાજ્ય પોલીસના ''સેવા,સુરક્ષા અને શાંતિ '' નાઘ્યેયને ચરિતાર્થ કરશે.
મિશનઃ
કાયદાનું ચુસ્ત પાલન તથા જવાબદેય વહિવટથી લોકોમાં કાયદાનું સન્માન તથા સુરક્ષા.
હેતુઓઃ
(૧) લોકોમાં કાયદાનું સન્માન વધારવું.
(ર) લોકોમાં પોલીસનો ભય ઘટાડવો.