પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 9:14:54 PM

તા.૧૨/૧૦/૨૦૨૦ થી તા.૧૮/૧૦/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

ગારીયાધારના વેપારી સાથે છેતરપીંડી અને વીશ્વાસઘાત કરી ગુનો કરી નાસી ગયેલ મુખ્ય આરોપીને પકડી પાડતી ગારીયાધાર પોલીસ

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પાલીતાણાનાઓએ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય.

    જે અનુસંધાને ગારીયાધાર પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ. ડી.કે.ગઢવી તથા હેડ કોન્સ. આર.આર.કટારા તથા પો.કોન્સ. વિજયભાઇ રબારી તથા પો.કોન્સ. કલ્પેશભાઇ જોગદિયા તથા લોક રક્ષક રાજુભાઇ ડાંગર તથા લોકરક્ષક અમીતભાઇ ડાંગર વીગેરે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ગારીયાધાર પોલીસ સ્ટેશન ના પાર્ટ ’’એ’’ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૦૦૫૩૮ આઇ.પી.સી.ક.૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) વી. કામનો આરોપી  રાજુભાઇ કરશનભાઇ ગુજરાતી રહે.સમઢીયાળા તા.ગારીયાધાર તેના ઘરે આવનાર છે અને ગારીયાધારમા હાલ રૂપાવટીરોડ સદભાવના સોસાયટી પાસે ઉભો છે આથી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા રાજુભાઇ કરશનભાઇ ગુજરાતી ઉવ.૨૪ રહે. સમઢીયાળા તા.ગારીયાધાર વાળો હોવાનુ જણાવેલ આથી આરોપી ઇસમ ને હસ્તગત કરી કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવ્યા બાદ ગુનાના કામે ધરપકડ કરવામા આવેલ છે તેમજ આ કામે તપાસ દરમ્યાન છેતરપીંડીમા ગયેલ લોખંડ પૈકી કુલ વજન કિ.ગ્રા. ૬૯૩૫/-  કિ.રૂ.૨,૪૯,૫૧૫/- નુ કબ્જે કરવામા આવેલ છે. તેમજ સહ આરોપી પ્રતાપભાઇ રાણાભાઇ ગરણીયા રહે. સમઢીયાળા વાળા ને જસદણ કોર્ટમાથી ટ્રાન્સફર વોરંટથી મેળવી ધરપકડ કરવામા આવેલ છે.

    આરોપીએ વેપારીને વીશ્વાસમા લઇ પ્રથમ રોકડમા વ્યવહાર કરી વીશ્વાસ કેળવી બાદમા બેન્કમા પાસ ના થઇ શકે તે રીતે નો ચેક આપી વીશ્વાસમા લઇ ચીજવસ્તુઓ લઇ છેતરપીંડી કરેલ.