પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 9:44:51 PM

તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૪/૧૦/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

 

ભાવનગર બીઝનેસ સેન્ટરમા થયેલ આઇપેડ ચોરીના આરોપી તથા આઇપેડ કિ.૧૫૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી ગંગાજળીયા પોલીસ

 

    ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર  ગંગાળિયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. ડી.જી.પટેલ સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડીટેક ગુન્હા ડીટેઈક કરવા સુચના આપેલ.

     જે અનુસંધાને આજરોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ફરીયાદી બદીશભાઇ મહેશભાઇ રાઠોડ રહે ભાવનગર વાળાએ ગત તા.૨૧/૦૮/૨૦૨૦ ના ગંગાજળીયા પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૧૨૦૧૫૮૯/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩૭૯ થી ગુન્હો રજી થયેલ જે ગુન્હાનો આરોપી ગંગાજળીયા તળાવ સીટી બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જે હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યાએ પોચતા આ ઇસમ મળી આવેલ તેનુ નામ પુછતા પોતે પોતાનુ નામ નીલેશ ઉફે વાલો જીતુભાઇ મકવાણા ઉ.વ-૨૨ રહે. ગામ.નેસડા રામાપીર ના મંદિર વાળી શેરી તા.શિહોર જી ભાવનગરવાળા ને એક આઇપેડ કિ.રૂ-૧૫૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ આ સમગ્રહ કામગીરીમાં ગંગાજળીયા પો.સ્ટેના પો.ઇન્સ.ડી.જી.પટેલ,પો.સબ.ઇન્સ.એસ.એમ.સીસોદીયા,એ.એસ.આઇ.એમ.એસ.ગોહિલ,.હેડ.કોન્સ.પી.ડી.ગોહિલ, હેડ.કોન્સ.એમ.એમ.જોષી,પો.કોન્સ.સી.ડી.જાડેજા,પો.કોન્સ.એચ.એ.વાળા,પો.કોન્સ.એલ.સી.ગોહિલ,પો.કોન્સ.પી.એમ.ગોહેલ,પો.કોન્સ.આર.આર.રાઠોડ,પો.કોન્સ.સી.બી.વાળા તથા પો.કોન્સ.એમ.કે.સરવૈયા એ રીતેના પો.સ્ટાફ જોડાયા હતા.