પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

4/30/2024 10:42:07 PM

તા.૧૦/૦૮/૨૦૨૦ થી તા.૧૬/૦૮/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( એમ.એચ.ઠાકર )

I/C નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

 

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામ ખાતે રેસક્યું કરી ફોરવ્હિલ કારને તળાવમાં ડુબતી બચાવી રેસક્યુ કામગીરી કરતી ગારીયાઘાર પોલીસ

 

       મે.પોલીસ અઘિક્ષક સાહેબ શ્રી ભાવનગર નાઓએ હાલમા ચોમાસુ ચાલતુ હોય અને ભારે વરસાદની આગાહી અને વરસાદ ચાલુ હોય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય અને આ બાબતે કાળજી રાખી કોઇ કોલ મળે તો ત્વરીત જગ્યા પર પહોંચી તાત્કાલીક કાર્યવાહિ કરવા જણાવેલ હોય, જે સુચના આઘારે  આજરોજ સવારે ક.૦૭/૩૦ વાગે ગારીયાઘાર પોલીસ સ્ટેશનને વિરડી ગામના સરપંચ દ્વારા જાણ કરવામા આવેલ કે વિરડી ગામના પાણી ભરેલ તળાવમા એક ફોરવ્હિલ પડેલ છે તેમ ટેલીફોનીક વર્ઘી મળતા તાત્કાલીક  ગારીયાઘાર પી.એસ.આઇ વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી પાણી ભરેલ તળાવમા ફોરવ્હિલ તરતી જોવામા આવતા જેથી તુરત જ નજીકમાંથી સ્થાનીક તરવૈયા તથા જેસીબી વાહન તથા જરૂરી સાઘનોની વ્યવસ્થા કરી વિરડી ગામનાં સરપંચ તથા ગ્રામજનોની મદદથી તાત્કાલીક સ્કોડા ઓકટીવીયા રજી નં.GJ 03 JC 8739 ફોરવ્હિલની બહાર કાઢવામાં આવેલ તેમજ આ કામે વાહન ચાલક/માલિક પંકજભાઈ રામોલિયા રહે. રણપરડા તા.જેસર વાળા સદરહુ ફોરવ્હિલના સનરૂફ થી બહાર નીકળી ગયેલ હોય અને સલામત છે. આ બનાવમાં કોઇ જાનહાની થયેલ નથી અને સદરહુ ફોરવ્હિલ કાર વાહન માલિકને  સોંપી આપેલ છે.

    આ કામગીરીમા જોડાયેલ વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ, એમ.કે.મકવાણા હેડ કોન્સ, ભગવાનભાઇ સાંબડ પો.કોન્સ, ડી.કે.ગઢવી  હેડ કોન્સ, છત્રપાલસિંહ સરવૈયા પો.કોન્સ તથા જીતેન્દ્રભાઇ મકવાણા પો.કોન્સ જોડાયા હતા