પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 7:38:51 PM

તા.૦૬/૦૭/૨૦૨૦ થી તા.૧૨/૦૭/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધમાં પાસ દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો હુકમનો ભંગ કરે તો તેના વિરૂધ્ધમાં કાયદેસર પગલા લેવા સુચના કરવામાં આવેલ.

    જે સુચના આઘારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મહુવા, જનતા પ્લોટમા આવતા હકિકત મળેલ કે મહુવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી તરફથી હદપાર કરવામાં આવેલ ઇસમ તબરેજ ઉર્ફે તબલો રફિકભાઇ રાંધનપુરા રહે. હુસેનીનગર ખારામાં, મહુવા વાળો ભાવનગર તથા ભાવનગર જિલ્લાને અડીને આવેલ અમરેલી, બોટાદ, રાજકોટ ગ્રામ્ય/શહેર તથા સુરેન્દ્રનગર, ગીર સોમનાથ જિલ્લાઓ માથી હદપાર થયેલ હોય અને મજકુર ઇસમ સક્ષમ અઘિકારીની પરવાનગી વગર હાલ મહુવા હુસેનીનગર ખારામાં ઇકબાલભાઇ ઘાંસીની દુકાન પાસે, ગ્રે કલરનુ ટીશર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરી ઉભેલ છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર જઇ તપાસ કરતા મજકુર તબરેજ ઉર્ફે તબલો રફિકભાઇ રાંધનપુરા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. હુસેનીનગર ખારો, મહુવા જી.ભાવનગર વાળો મળી આવતા તેને મ્હે.સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મહુવા નાં.હદપ કેસ નં-૦૫/૨૦૧૯ તા.૨૯/૦૨/૨૦૨૦ થી છ માસ માટે હદપાર કરવામાં આવેલ હોય તેમ છતા ભાવનગર જીલ્લાની હદ માંથી મળી આવતા મજકુરે સક્ષમ અઘિકારીની પરવાનગી વગર જીલ્લામાં પ્રવેશ કરી હદપારી હુકમનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ એકટ- ૧૪૨ મુજબનો ગુન્હો મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

   આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર, પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.