પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 7:58:21 PM

તા.૨૨/૦૬/૨૦૨૦ થી તા.૨૮/૦૬/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.       કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.       ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.       મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.       બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.       કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.       કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.       કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.       કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.       કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.      પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.      કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.      કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

૧૩.     સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.    કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.     પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય. 

 

 

( ડી.ડી.ચૌધરી )

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

તળાજા ખાતે તળાજી નદીના સામા કાંઠે જુગાર રમતા નવ શકુનીઓને રોકડ રૂ.૧,૨૩,૩૭૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

   ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

    જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમી રાહે હકિકત મળેલ કે, તળાજા અનસભાઇ હબીબભાઇ પઠાણ રહે. ધનબાઇ ચોક, તળાજા વાળાના તળાજી નદીના સામા કાંઠે આવેલ કબ્‍જા ભોગવટાના મકાને આવેલ ઓફિસમા બહારના માણસોને બોલાવી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી/રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ -૯ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) અનસભાઇ હબીબભાઇ પઠાણ ઉ.વ.૪૨ રહે.ધનબાઇ ચોક, તળાજા (૨) અસ્લમભાઇ અબ્દુલભાઇ કાચલીયા ઉ.વ.૪૨ રહે.મયુર સોસાયટી, સરતાનપર રોડ, તળાજા (૩) શામજીભાઇ બાલાભાઇ યાદવ ઉ.વ.૨૫ રહે.ગોરખી દરવાજા, તળાજા (૪) વિમલભાઇ કરશનભાઇ બાંભણીયા ઉ.વ.૨૧ રહે.ભવાની શેરી, વાવચોક, તળાજા (૫) શાહનવાઝ સલીમભાઇ બેલીમ ઉ.વ.૨૨ રહે.ધનબાઇ ચોક, તળાજા (૬) મનોજભાઇ નંદાભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે.ભવાની શેરી, વાવ ચોક, તળાજા (૭) ફુજલભાઇ ફારૂકભાઇ કામળીયા ઉ.વ.૨૭ રહે.મયુર સોસાયટી, સરતાનપર રોડ,  તળાજા (૮) રમેશભાઇ હિંમતભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહે. ગોરખી દરવાજા, હુડકો, તળાજા (૯) ઇસુબભાઇ રહીમભાઇ દસાડીયા ઉ.વ.૪૫ રહે.દેવડી ચોક, તળાજા વાળાઓ તીન પત્તી નો હારજીતનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે અનસભાઇ હબીબભાઇ પઠાણે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્યાન ઉપરોકત નવેય ઇસમો રોકડ રૂ.૧,૨૩,૩૭૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૪૧,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૬ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ગંજી પત્તાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩,૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

     આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. જે.આર.આહિર, હેડ કોન્સ. જયરાજસિંહ વજુભા, પો.કોન્સ. તરૂણભાઇ કુબેરભાઇ, ભદ્રેશભાઇ ગણેશભાઇ, નરેશભાઇ વેલજીભાઇ, રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ, સંજયભાઇ નાથાભાઇ તથા ડ્રા.હેડ કોન્સ. જગદીશસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.