તા.૧૫/૦૬/૨૦૨૦ થી તા.૨૧/૦૬/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર બંદરરોડ બાવળની કાંટ માથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંઞ -૧૦૮ કિં.૩૨.૪૦૦/- સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢતી ગંગાજાળીયા પોલીસ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વારા ભાવનગર જીલ્લામાં પ્રોહિબીશનની બદી નેસ્તનાબૂદ કરવા અંગેની સુચના આપેલ જે સુચના અંતગર્ત તેમજ ભાવનગર ડીવીઝનનાં ના.પો.અધિશ્રી ઠાકર સાહેબનાં માર્ગદર્શન હેઠળ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી.પટેલ સાહેબની સુચના અન્વયે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ પોલીસ સ્ટાફનાં માણસો ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભરત વાજા રહે.બંદર રોડ ભાવનગર વાળાએ બંદર રોડ રાજા સીલેટ પાસે શીતળામાની ડેરી સામે બાવળની કાંટમા ઈંગ્લીશ દારૂ છુપાવેલ છે. તેવી હકીકત આઘારે રેડ કરતા ઇગ્લીશ દારૂ (૧) એપીસોટ ક્લાસીક વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૩૨.૪૦૦/- મુદામાલ મળી આવેલ ત્યા આરોપી ભરત વાજા હાજર મળેલ નહિ.
આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટેના પોલીસ ઇન્સ ડી.જી.પટેલ સાહેબ તથા હેડ કોન્સ. હિરણભાઇ બારોટ, મહાવીરસિંહ ગોહિલ, મિતેષભાઈ જોષી, પ્રકાશભાઈ ગોહેલ, પો.કોન્સ.હર્ષદસિંહ વાળા, રૂપદેવસિંહ રાઠોડ, લગ્ધીરસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.