તા.૦૮/૦૬/૨૦૨૦ થી તા.૧૪/૦૬/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
પ્રાણઘાતક હથીયારો લઇને નિકળી પડતા અને પોતાની સાંઢીયાવાડ વિસ્તારમા ઘાક જમાવતા ઇસમને ભાવનગર શહેર તથા જિલ્લાની હદ માથી છ માસ માટે હદપાર કરતી ગંગાજળિયા પોલીસ.
મહે. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ માથાભારે ઇસમોને ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવા સુચના કરતા ગંગાજળિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી.ડી.જી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. સુખદેવસિંહ તથા પો.કોન્સ રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ દ્વારા ગંગાજળિયા પો.સ્ટે વિસ્તારમાં આવેલ સાંઢીયાવાડ તથા આજુબાજુ ના વિસ્તારમા અવાર-નવાર પ્રાણઘાતક હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા ઇસમ ઇરશાદ ઉર્ફે બાદશાહ યુનુશભાઇ શેખ ઉવ.૨૪ રહે. કામળફળી ચોક અજય ટોકીઝ પાસે ભાવનગર વાળાના હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ. સાહેબનાઓ તરફ મોકલતા ભાવનગર શહેર તથા જિલ્લાની હદ માંથી હદપાર કરવાની દરખાસ્ત મંજુર થઇ આવતા ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફ દ્વારા તેને પકડી પાડી હદપારીની બજવણી કરી ગાંધીનગર જીલ્લા ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં ASI એસ.એમ.ગોહીલ , ASI પી.એમ.ધાંધલીયા હેડ.કોંન્સ એચ.બી.સોઢાતર તથા એમ.એમ.જોષી તથા એમ.એસ.ગોહિલ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોહેલ તથા રૂપદેવસિંહ રાઠોડ તથા ક્રિપાલસિંહ ગોહીલ તથા હર્ષદસિંહ વાળા તથા લગ્ધીરસિંહ ગોહીલ તથા રવિરાજસિંહ ગોહિલ તમામ જોડાયેલ હતા.