તા.૧૮/૦૫/૨૦૨૦ થી તા.૨૪/૦૫/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જિલ્લાના વાળુકડ ગામના વેલનાથ બાપાના આશ્રમ પાસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીઓને રોકડ રૂપિયા કુલ રૂ.૮૫,૬૦૦/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પો.કોન્સ. ઘર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ ને બાતમીરાહે હકિકત મળેલ કે વાળુકડ ગામના વેલનાથ બાપાના આશ્રમ પાસે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે બાતામી વાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ (૧)વજુભા તખુભા ગોહિલ ઉવ-૫૨ રહે. ઉખરલા ગામ તા.ઘોઘા જી. ભાવનગર (ર)સાદુળભાઇ કાનાભાઇ સુરેલા ઉવ. ૫૦ રહે. રાજસમઢીયાળા તા.જી. ભાવનગર (૩)રવજીભાઇ બોઘાભાઇ મકવાણા ઉવ.૪૨ રહે. કરદેજ ગામ તા.જી.ભાવનગર (૪)જગદીશભાઇ કાનજીભાઇ જાંબુચા ઉવ.૪૨ રહે. ઘોઘા જગાત નાકા ૧૪ નાળા મફતનગર ભાવનગર (૫)શાન્તીભાઇ મહારાજગીરી ગૈાસ્વામી ઉવ.૫૪ રહે. ઉખરલા ગામ તા.ઘોઘા જી.ભાવનગર(૬)જીતેન્દ્રભાઇ જયંતિભાઇ રાઠોડ ઉવ. ૩૬ રહે.વડવા તલાવડી મંગળ વિહાર સામે ભાવનગર વાળા ગંજીપાના પાના તથા રોકડ રૂ.૮૫,૬૦૦/- સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા -૧૨ મુજબની ફરીયાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, પો.કોન્સ.ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા અરવિંદભાઇ બારૈયાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.