પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 9:43:30 PM

તા.૦૪/૦૫/૨૦૨૦થી તા.૧૦/૦૫/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

૧.         કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.         ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.         મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.         બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.         કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.         કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.         કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.         કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.         કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.       પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.       કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.       કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.      સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

૧૪.      કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.       પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.          

 

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથકઅને નોડલ ઓફીસર

ભાવનગર

 

 

ભાવનગર જેલમાંથી ખુન કેસનો પેરોલ જમ્પ થયેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

     ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ તેવા આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.

    ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૭૦/૨૦૧૩ ઇ.પી..કો. કલમ-૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં આરોપી જયંતિ ઉર્ફે ગેમલ ચિથરભાઇ મકવાણા રહે. ચિત્રા સિદસર રોડ પાણીની ટાંકી સામે બોળતળાવ મફતનગર ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૩ માં ગુન્હો નોઘાયેલ અને કાચા કામના કૈદી તરીકે ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૭/૦૧/૨૦૨૦ થી દિન-૦૫ ના વચગાળાના પેરોલ રજા ઉપર ભાવનગર જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૨૧/૦૧/૨૦૨૦ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

  ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જીલ્લા જેલનો કાચા કામનો આરોપી જયંતિ ઉર્ફે ગેમલ ચિથરભાઇ મકવાણા રહે. ચિત્રા સિદસર રોડ પાણીની ટાંકી સામે બોળતળાવ મફતનગર ભાવનગર વાળા તેના ઘરે હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો તેના રહેણાક મકાન ઉપર જઇ મુજકુર પેરોલ રજા ઉપરના આરોપી જયંતિ ઉર્ફે ગેમલ ચિથરભાઇ મકવાણા રહે.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી ભાવનગર જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.મહિપાલસિંહ ગોહિલ, જયરાજસિંહ જાડેજા, પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા તથા જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.