તા.૧૬/૦૩/૨૦૨૦થી તા.૨૨/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. જે આપ સાહેબ ને વિદિત થાય.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
(ડી.ડી.ચૌધરી)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથકઅને નોડલ ઓફીસર
ભાવનગર
ભાવનગર જીલ્લાના મહુવા પો.સ્ટે. વિસ્તારના શરીર સબંધી ગુન્હામા વારંવાર સંડોવાયેલ ગુનેગારોને તડીપાર કરતી મહુવા પોલીસ
મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષકસાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ ભાવનગર તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ મહુવા વિભાગ દ્વારા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુન્હાઓમાં વારંવાર સંડોવાયેલ આરોપી વિરુધ્ધ પાસા/તડીપાર દરખાસ્ત કરવાની સુચના અન્વયે મહુવા પો.સ્ટે. પો.ઈન્સ.શ્રી ડી.એમ.મિશ્રા તથા ડીસ્ટાફ પો.સ.ઈ. જી.એ.બીલખીયાનાઓ દ્વારા મહુવા પો.સ્ટે. માં શરીર સંબંધીમાં ગુન્હાઓમાં સંડોવાયેલા ઈસમો નં.( ૧) બીપીનભાઈ ઉર્ફે કાળીયો ચંદુભાઈ સોલંકી રહે.જનતા પ્લોટ નં.૧, માસુમભાઈની વાડી, મહુવા, જિ.ભાવનગર (૨) તબરેજ ઉર્ફે તબલો રફીકભાઈ રાધનપુરા રહે. હુસેનીનગર, ખારામાં, મહુવા, જિ.ભાવનગર વાળા વિરુધ્ધ દાખલ થયેલ ગુન્હાઓ અંગેના રેકર્ડ પુરાવા એકત્ર કરી હદપારી દરખાસ્ત તૈયાર કરી મે.એસ.ડી.એમ.સા. મહુવા નાઓને મોકલતા એસ.ડી.એમ. સા.ની કોર્ટમાં સદરહુ બન્ને ઈસમોના હદપારી કેસ ચાલી જતા સદરહું બન્ને ઈસમોને હુકમની બજવણી થયેથી છ માસ માટે (૧) બોટાદ (૨) અમરેલી (૩) રાજકોટ ગ્રામ્ય તથા શહેર (૪) અમદાવાદ ગ્રામ્ય (૫) સુરેન્દ્રનગર (૬) ગીર સોમનાથ (૭) જુનાગઢ (૮) ભાવનગર જીલ્લાની હદમાંથી તડીપારનો હુકમ થઇ આવતા જે હુકમ અન્વયે પો.ઈન્સ.શ્રી ડી.એમ.મિશ્રા સાહેબ. તથા રાઈટર રાહાભાઈ કામળીયા, જયેશભાઈ શીયાળ, અજયસિંહ સરવૈયા તથા સર્વલન્સ સ્ટાફના માણસો હેડ કોન્સ. દિલુભાઈ આહિર, ઓમદેવસિંહ ઝાલા, પો.કો. અલ્તાફભાઈ ગાહા, પ્રકાશભાઈ કાચરીયા, રાજુભાઈ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, વિરુભાઈ ગોહિલ વિગેરે દ્વારા સદરહુ બન્ને ઈસમોનેસબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટના હુકમ નં. હદપ-કેસ-રજી-૧૩-૨૦૧૯ થી સત્વરે શોધી કાઢી હુકમની બજવણી કરી સુરત શહેર ખાતે છ માસ તડીપાર કરી મોકલી આપવા તજવીજ કરેલ છે.