તા.૨૪/૦૨/૨૦૨૦ થી તા.૦૧/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે.
૧. કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.
૨. ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.
૩. મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.
૪. બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.
૫. કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.
૬. કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.
૭. કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.
૮. કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.
૯. કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.
૧૦. પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.
૧૧. કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.
૧૨. કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.
૧૩. સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.
૧૪. કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.
૧૫. પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.
( ડી.ડી.ચૌધરી )
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક અને નોડલ ઓફીસર
ભાવનગર
પોકેટ કોપ એપ.ની મદદથી મોટર સાયકલ ચોરીના આરોપીને ચોરીના મોટર સાયકલ સાથે દબોચી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ બોરતળાવ કુમુદવાડીના નાકેથી સરકારી સ્કુલ પાસે ભાવનગર વાળાને એક શંકાસ્પદ કાગળ વિનાના ટુટેલી નંબર પ્લેટ સાથેના હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ RTO રજીસ્ટ્રેશન નંબર GJ-04-AE-3858 સાથે ઉભો રાખી તેનુ નામ પુછતા પોતે પોતાનું નામ. રમેશભાઇ કુંવરજીભાઇ યાદવ ઉ.વ.૩૮ રહેવાસી ફુલસર કર્મચારીનગર, ઠાકર દ્વારા તથા મો.સા.ના માલીકી બાબતે પુછતા યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપતા મો.સા. નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં માલીકી પણાની ખરાઇ કરતા અન્યના નામે મો.સા. રજીસ્ટર હોય જે બાબતે મજકુર યોગ્ય ખુલાસો નહી કરતા મો.સા.ની. કિ.રૂ।. ૧૫૦૦૦/- ગણી કબ્જે કરેલ અને મજકુરની અટકાયત કરી રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ મો.સા. ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી બાબતે ફરિયાદ થયેલ છે. મજકુર આરોપીનો ગુનાહીત ઇતિહાસ પોકેટ કોપ એપ.માં તપાસતા મજકુર આરોપી અગાઉ ચોરી, કેફી પીણુ પીવાના, અડચણ રૂપ વાહનો રાખવાના મળી કુલ-૫ ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે. મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.
મહુવાના ભાદરા ગામે જુગાર રમતા ચાર શકુનીઓને રોકડ રૂ.૫૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે ભાદરા ગામે પ્લોટ વિસ્તારમાં ફરીદાબેનના મકાનની બાજુમાં બાવળની કાંટમાં ગે.કા. રીતે અમુક માણસો બોલાવી પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે તેમજ રમાડે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી મળી કુલ -4 વ્યક્તિ જાહેરમાં પૈસા પાના વતી હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં.(૧) દેવાતભાઇ હડીયા ઉ.વ.-૫૦ ધંધો ખેતી રહે-કીકરીયા ગામ તા-મહુવા નંબર (૨) મહેબુબભાઇ કાસમભાઇ બેલીમ ઉ.વ.-૪૧ ધંધો- ડ્રાઇવીંગ રહે-ભાદરા ગામ તા-મહુવા .નંબર (૩) ગીરીશપરી મનસુખપરી ગૌસ્વામી ઉ.વ.-૩૦ ધંધો ખેતી/ મજુરી રહે-મોટા ખુંટવડા તા-મહુવા નંબર (૪) ફરીદાબેન વા/ઓ મહમદભાઇ પઠાણ ઉ.વ.૩૫ ધંધો- ધરકામ રહે. ભાદરા તા.મહુવા વાળાઓને જાહેર જગ્યામાં ગે.કા.રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન ગંજી પત્તા ના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૫૧,૭૦૦/- સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર, પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા, નરેશભાઇ બારૈયા, મહુવા પો.સ્ટે.ના મહીલા પો.કોન્સ. રજુબેનએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા