પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

માઉન્ટેડ પોલીસ

7/4/2025 7:41:55 PM

 

ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળનો ઇતિહાસ

ભલ ઘોડા ભલવંકડા હાલ બાંધવા હથિયાર,
જાજી ફોઝુમા ઝીંકવું મરવું એકજ વાર.

ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળનો ઈતિહાસ ખુબ જ ઉજળોછે. દેશી રજવાડાઓમાં પણ ભાવનગરનું નામ મોખરે હતું. હાલ ડી.એસ.પી. ઓફીસની સામે આવેલ રસાલા કેમ્પ તે ભાવનગર દેશી રાજયનાં અશ્વનો તબેલો હતો. તે વખતે અશ્વસ્પર્ધામાં પોલો પીગસ્ટીકીંગ ટેન્ગપેગીંગ જેવી સ્પર્ધા યોજાતી. જેમાં પોલોમાં ભાવનગર લાન્સન્સ પણ અગ્રસ્થાને રહેતું. તે વખતનાં ભાવનગર રાજયનાં પોલોનાં રમતવિરો સર્વ શ્રી નિર્મળકુમાર સાહેબ, કર્નલ જોરાવરસિંહજી, મેજર રવુભા, કેપ્ટન પ્રવિણસિંહજી, રિસાલદાર બળવંતસિંહજી, કેપ્ટન અજીતસિંહજી, કાળુભા સાહેબ, કેપ્ટન હમીરજી સાહેબ લેફટેનન્ટ રતનસિંહજી અને મેજર મહોબતસિંહજી જેવા પોલોની રમતનાં નામાંકિત ખેલાડીઓ દ્વારા ભાવનગર લાન્સન્સનું નામ મોખરે હતું. મેજર રવુભા સાહેબે તો રાષ્ટ્રીય કક્ષાએ રમાતી પોલોની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી કાદર કપ ભાવનગર રાજયને અપાવેલ.

મોરનાં ઈંડા ચીતરવા ન પડે તેમ ભાવનગર પોલીસ અશ્વદળ તે
ચીલો હજુ ચાલુ રાખ્યો છે.
પ્રકરણ: 1
ભાવનગર જીલ્લા અશ્વદળ : પરિચય

ભાવનગર પોલીસ અશ્વદળની સ્થાપના

ભાવનગર દેશી રાજયનાં વિલિનીકરણ બાદ તે રાજયનાં અશ્વો અને અસવારોમાંથી ભાવનગર પોલીસ અશ્વદળની શરૂઆત થઈ. ભાવનગર રાજયનાં નવ અશ્વો તથા અસવારો ભાવનગર પોલીસ અશ્વદળને આપવામાં આવેલ.

જીલ્લાની વસ્તી વધતા નિયમાનુસાર તબકકાવાર આ અશ્વદળને વધુäઅશ્વો તથા અસવારો મળ્યા અને જીલ્લા પોલીસ અધિક્ષકની સીધી દેખરેખ નીચે આ યુનિટ કામ કરતું થયુ.

ગુજરાત રાજય કક્ષાએ પોલીસ ખાતા માટે અશ્વો ખરીદવા માટે રચાયેલ કમીટી દ્વારા અશ્વો ખરીદવામાં આવેછે. તેમાં નિવૃત આઈ.પી.એસ. અધિકારી શ્રી રધુરાજસિંહ ઝાલાની સેવાઓ લેવામાં આવેછે. ગુજરાત પોલીસ દ્વારા ખરીદાયેલ અશ્વોને તાલીમ આપવા માટે રાજયમાં બે તાલીમ શાળા આવેલી છે. (૧) અમદાવાદ અને (૨) રાજકોટ અહી ૪૧૧ અઠવાડીયાની તાલીમ આપ્યા બાદ અશ્વો જીલ્લાને મોકલી આપવામાં આવે છે. કરકસરનાં પગલાં રૂપે અશ્વદળમાં સારી ઓલાદની ઘોડી તથા ઘોડા મારફત બ્રીડીંગ કરાવવામાં આવેછે. અને આગોતરા આયોજન રૂપે દર સાલ ઓછામાં ઓછા ત્રણ બચ્ચા બ્રીડીંગ દ્વારા લેવામાં આવેછે. જેથી સમયાંતરે આ અશ્વદળની પડતી વેકેન્સી પુરાઈ છે અને મંજુર મહેકમ જળવાય રહે છે. આ રીતે સરકારી નાણાંનો બચાવ કરવામાં ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. હાલમાં આ અશ્વદળનાં ૮૦ % અશ્વોબ્રિડીંગ દ્વારા મેળવીને ઉપયોગમાં લેવાય છે.

  • અશ્વોને તાલીમ

અશ્વોને તાલીમ આપવા માટે અશ્વદળના અસવારો રીમાઉન્ટ તાલીમશાળા રાજકોટ અથવા રીમાઉન્ટ તાલીમશાળા અમદાવાદ જાય છે. અશ્વોને અપાતી તાલીમમાં વોક ટ્રોટ કેન્ટર ગેલોપ રાઈટપાસ લેફટપાસ રૈનબેક વિગેરે ચાલ શિખવવામાં આવે છે. ભાવનગર માઉન્ટેડ યુનિટની ક્ષમતાને ઘ્યાનમાં રાખી પોલીસ મહાનિર્દેર્શક સાહેબની મંજુરીથી હાલમાં ભાવનગર ખાતે અશ્વોને તાલીમ અપાઈ રહી છે. તેમાં પણ કરકસરના ભાગ રૂપે સરકારશ્રીનાં નાણાંનો બચાવ થાય છે.

  • ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળ અને તેની કામગીરી

હાલમાં ભાવનગર પોલીસ અશ્વદળમાં ૧ પો.સ.ઈ. ૯ એ.એસ.આઈ. ૧૫ હેડ કોન્સ્ટેબલ ૮ પોલીસ કોન્સ્ટેબલ ૧ રાઈટર હેડ ૪ સાઈસ ૨ સ્વીપર ખંત પૂર્વક ફરજ બજાવે છે. જુના સમયમાં યુઘ્ધના સમયે સોથી અગ્રીમ રહેનાર અશ્વો અને અસવારોનું મહત્વ આજે પણ જરાય ઓછું નથી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીમાં વી.આઈ.પી. બંદોબસ્ત રથયાત્રા બંદોબસ્ત તેમજ મહોરમ જેવા તહેવારો તથા શહેરમાં થતી ચોરીઓ અટકાવવા નાઈટ પેટ્રોલીંગ જેવી ફરજો અશ્વદળ બજાવે છે. ભારત એક ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતીનાં પાકનું રક્ષણ કરવું સીમનું રક્ષણ કરવું તે પોલીસ અશ્વદળની મહત્વની કામગીરી છે. આ માટે પોલીસ અશ્વદળ ગામડાઓમાં જઈ કેમ્પ રાખી મોલાતનું રક્ષણ કરે છે. જેનું અસરકારક પરિણામ પણ આવે છે.

૧૯૮૩ થી રાષ્ટ્રભરમાં ખ્યાતી પામેલ ભાવનગર પોલીસ અશ્વદળની કાર્યદક્ષતાનો લાભ ભાવનગર જીલ્લાની આમ જનતાને ઘોડેસવારીની તાલીમ દ્વારા મળી રહે આજનાં યંત્ર યુગમાં ઘોડે સવારીની કલા જીવંત રહે અને અશ્વદળ પ્રજાલક્ષી રહી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે તે આશયથી તા.૨૩/૦૨/૦૪ થી આ અશ્વદળ સાથે જેમનુ નામ ગુજરાત પોલીસ દળમાં ઈજજત આદરથી લેવાયેલ છે અને ગુજરાત પોલીસ અશ્વદળનાં જેમને ભિષ્મ પિતામહ માનવામાં આવેછે તેવા નિવૃત એસ.પી. શ્રી આર.ડી.ઝાલા સાહેબનું નામ જોડીને આમ જનતા માટે રાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહે તેવી હોર્સ રાઈડીંગ કલબ ની સ્થાપના કરી જાહેર જનતાને હોર્સ રાઈડીંગ શિખવવામાં આવે છે. તેમાં રાજયનાં, રાજય બહારનાં અને વિદેશી ઓ પણ તાલીમ લઈ રહયા છે.

  • ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળ ખાતે અશ્વોને અપાતી સુવિધા

ભાવનગર દુધ ડેરી પાસે આવેલ ભાવનગર પોલીસ અશ્વદળનાં કેમ્પમાં ૩૨ અશ્વોનું અશ્વદળ છે. આ અશ્વોને સ્ટેબલમાં (થાણ) માં પહેલા અગાઉ ગરદન અને પગથી બાંધીને રાખવામાં આવતા હતાં. પરંતુ ૧૯૯૯ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રજનીશ રાય સાહેબનાં ઘ્યાને આ વાત આવતા તેઓશ્રી અશ્વોને બંધનમુકત રાખી શકાય તેવા સ્ટેબલ બનાવડાવ્યા. અહીં અશ્વોને એક દવિસના ખોરાકમાં ૨ કિલો ચણા ૫૦૦ ગ્રામ જવ ૫૦૦ ગ્રામ ધંઉનો ભરડો કાળીજીરી જરૂરીયાત મુજબ સિંધાલૂણ સાડાસાત કિલો સૂંકુ ધાસ અને ૫ કિલો લીલુ ધાસ નિયમિત ત્રણ તબકકે આપવામાં આવે છે.દરરોજ સવારે અશ્વોને અસવારો પરેડ કરાવે છે. જેમાં અગાઉ અપાયેલ તાલીમ નું પુનરા:વર્તન હોયછે. ત્યારબાદ દિવસમાં બે ટાઈમ એક એક કલાક અસવારો પોતાનાં અશ્વોને માલીશ કરે છે. અને સાંજે માલીશ કર્યા બાદ દરેક અશ્વો માટે સુકા ધાસની પથારી કરવામાં આવે છે.

  • ગુજરાત પોલીસ અશ્વદળની યશકલગીમાં ભાવનગર પોલીસ અશ્વદળની મોરપીંછ

રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતી ગુજરાત પોલીસની વિવિધ ટીમોમાં ભાવનગર પોલીસ અશ્વદળે ગુજરાતનું નામ રોશન કર્યુ છે. ભાવનગર પોલીસ અશ્વદળે માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ અને વલ્ડ એકવેસ્ટેરીયન મીટમાં ભાગ લઈ ગુજરાત અને ભાવનગર પોલીસ બેડા નું મોરલ વધારેલ છે. આ રહી તેની સિઘ્ધિઓની એક ઝલક.....

૧૯૮૩ માં કલકત્તા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા મીટમાં ગુજરાત રાજય પોલીસ દળની ટીમમાં પસંદગી પામીને ભાવનગર જિલ્લા પોલીસ અશ્વદળ ના શ્રીજીલુભા ગોહિલેશો જમ્પીંગ માં ભાવનગરની ઘોડી ગાયત્રીદ્વારા સુંદર દેખાવ કરી રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી ઈનામ મેળવવાની શરૂઆત કરી હતી તે પરંપરા આજ સુધી અટકી નથી.

૧૯૮૪ માં યોજાયેલ ઓપન નેશનલ રમતોત્સવમાં ઘોડી ગાયત્રીસાથે પ્રથમ સ્થાન અને સુવર્ણ ચંદ્રક ભાવનગરનાં જીલુભા ગોહિલે મેળવેલ અને તેની ફલશ્રુત્રિ રૂપે તેમને સપ્ટેમ્બર ૧૯૮૫ માં ભાવનગર પધારેલ તે વખતનાં ગુજરાત રાજયનાં પોલીસ મહાનિદેશક શ્રી રીબેરો સાહેબે યશસ્વી કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલનાં હોદ્દા માં એક કલગી ઉમેરી હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન આપેલ.

ત્યારબાદ ભાવનગરનાં જીલુભા ગોહિલે ૧૯૮૫ માં ૩૭ માં કલકત્તા હોર્સ શોમાં તૃતિય સ્થાન, ૧૯૮૬ ઈન્દોર ખાતે ઓલ ઈન્ડીયા પોલીસ કમીટ માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ. જીલુભા ગોહિલે ૧૯૮૫ માં ૩૭ માં કલકત્તા હોર્સ શો માં તૃતીય સ્થાન અને ૧૯૮૬ માં ઈન્ડોર ખાતે ઓલ ઈન્ડીયા પોલીસ કમીટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ.

ભાવનગરના પોલીસ અશ્વદળના ના અસવારો શ્રી જીલુભા ગોહિલ બળદેવસિંહ, સરવૈયા ધનશ્યામસિંહ ગોહિલ ગીરવાનસિંહ જાડેજા, મહિપતસિંહ ચુડાસમા વિક્રમસિંહ પરમાર, કિશોરસિંહ જાલા, નરેન્દ્રસિંહ સરવૈયા વિગેરે રાષ્ટ્રી કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઈ સંદર દેખાવો ઘ્વારા ઈનામો પ્રાપ્ત કર્યાછે.

સંજોગો વસાત ભાવનગર પોલીસ અશ્વદળ ના જવાનો ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી રાજયની ટીમ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા નહિ જઈ શકતા અને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ટીમોને કોઈ સ્થાન નહિ મળતા બાહોશ નિડર અને કાર્યદક્ષ એવા શ્રી રધુરાજસિંહ જાલાએ કોઈ પણ સંજોગોમાં ગુજરાતને ઈનામ અપાવવું એ વિચારે તે વખતના એડીશનલ ડી.જી.પી.શ્રી તામ્હણે સાહેબની સુચનાથી જયપુરના ખંડેલા સ્ટેટના મહારાજાશ્રી નવંતસિંહજી પાસેથી વિનંતી ઘ્વારા શીવાલીકનામના અશ્વની ખરીદી ગુજરાત માટે કરી અશ્વના અસલ જવેરી હોવાના ના તે તેઓને મનોમન જાણ હતી કે શીવાલીક ગુજરાત પોલીસનું નામ ઉજળુ કરી બતાવે તેમ છે.શીવાલીક ને તેણે ભાવનગર જીલ્લા પોલીસ અશ્વદળ ખાતે મોકલીને જીલુભા ગોહિલને તેનું સુકાન સોપ્યુ અને આજ શીવાલીકેગુજરાત પોલીસની ટીમને રાષ્ટ્રીય કક્ષાએ ઈનામ અપાવ્યા.

૧૯૯૧ માં શીવાલીકની તાલીમ ચાલુ હોવા છતાં હૈદ્રાબાદ ખાતે ઓલ ઈન્ડીયા પોલીસમીટમાં પ્રથમ ઈનામ મેળવી સુવર્ણ ચંદ્રક તથા વાસદારનીંગ ટ્રોફીઅપાવી જીલુભા ગોહિલે વિજય કુચ ચાલુ રાખી. ૧૯૯૩ થી ૧૯૯૮ સુધીમાં ભાવનગર પોલીસ અશ્વદળ ના ઉપરોકત અસવારોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત પોલીસ ટીમમાં ભાગ લઈ કુલ ૧૩ સુવર્ણચંદ્રક, ૧૦ રજતચંદ્રક, ૧૨ કાંસ્યચંદ્રક અને અનેક ઈનામો તથા ટ્રોફીઓ જીતીને માત્ર ભાવનગર જ નહી પરંતુ ગુજરાત પોલીસના ઈતિહાસમા એક સોનેરી સોપાન કંડાર્યુ છે. ભાવનગર પોલીસ અશ્વદળ આસિદ્વિના સોપાના હંમેશા સર કરતુ રહે તેવા આસયથી એસ.પી.શ્રી હસમુખભાઈ પટેલ અંગત રસ લઈ ઉતરોત્તર પ્રગતિ કરે તેવા સતત પ્રયાસો કરી રહયા છે. આપણે જાણીએ છીએ કે, શહેરમાં સ્વાતંત્રદિન કે પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં ભાવનગર પોલીસ અશ્વદળે એના ગજબ ના કાર્યક્રમો અને હેરતભર્યા પ્રયોગોથી આમ જનતા અને આબાલ વૃઘ્ઘ્ના દીલમાં અનોખુ સ્થાન મેળવેલ છે.

ધન્ય છે ભાવનગરજિલ્લા અશ્વદળને

પ્રકરણ-૨ ભાવનગર જીલ્લા પોલીસ માઉન્ટેડ યુનિટ
શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ કલબ ઘ્વારા સ્થાનિક
નાગરીકો, વિદેશીપર્યટકો, તથા એન.આર.આઈ.શ્રી ઓને
આપવામાં આવતી અશ્વતાલીમનો કાર્યક્રમ

  • રેગ્યુલર કોર્સિસ
  • રેગ્યુલર બેઝીક કોર્સ

ઘોડાની સાઈકોલોજી તથા ફીજીકલ જાણકારી

દિવસ- ૬
કલાક - ૧૨

ઘોડાની સેડલ આર્ટિકલ્સ જાણકારી

ઘોડાના સેડલ આર્ટિકલ્સ ઘોડાસર લગાવાની જાણકારી

ઘોડાને સામાન લગાવી ડીસ્માઉન્ટ હાલતમાં ઘોડા સાથે ચાલવાની જાણકારી

ઘોડાપર માઉન્ટ ડીસ્માઉન્ટની જાણકારી

સવારી બાદ ઉભાઘોડાને વોક ચલાવવા માટે મદદ આપવાની
જાણકારી અને ચાલ્યા પછી મદદ દુર કરવાની જાણકારી

સાપ્તાહિક રજા

વોક ચાલમાંથી ટ્રોટ ચાલ ચલાવાની મદદ

દિવસ-૬
કલાક - ૧ર

ટ્રોટ ચાલમાં ઘોડાની રીધમ સાથે રીધમ મીલાવી રાઈડીંગ કરવાની જાણકારી

ચાલતા ઘોડાને ઉભો રાખવાની મદદની જાણકારી

૧૦

એકરસાઈઝ પછી ઘોડાને થકાવટ દુર કરવાની તથા ઘોડાને
ખોરાક પાણી વીશેની જાણકારી

૧૧

ઉપર મુજબનું રીવીઝન

૧ર

ટ્રોટ ચાલની ટેકનીક

સાપ્તાહિક રજા

૧૩

વોક ચાલ તથા ટ્રોટ ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

દિવસ-૬
કલાક - ૧ર

૧૪

સવારી સાથે એકસરસાઈઝ

૧પ

ઉપર મુજબ બે વીકની તાલીમ ઉપરાંત ટ્રોડની આગળની ચાલ
કેન્ટરની ટેકનીક તથા ઘોડા સાથે કેન્ટરની રીધમ મેળવવાની જાણકારી

૧૬

કેન્ટર ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

૧૭

કેન્ટર ચાલમાંથી ટ્રોટ કરવાની જાણકારી

૧૮

ટ્રોટ ચાલમાં જીક જીકચાલ

સાપ્તાહિક રજા

૧૯

કેન્ટર ચાલમાં જીક જીક ચાલ

દિવસ-૬
કલાક - ૧ર

ર૦

ટ્રોટ ચાલમાં ડાયગ્નલ ચેન્જની ટેકનીકની જાણકારી તથા તેના
ફાયદા અને ડાયગ્નલ ચેન્જ નહી કરવા ના ગેરફાયદાની જાણકારી

ર૧

કેન્ટર ચાલમાં પગ બદલવાની ટેકનીક તથા રીધમની જાણકારી

રર

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં ઘોડાને ચલાવાની તથા કંટ્રોલ કરવાની જાણકારી

ર૩

ઉપરોકત તાલીમનું રીવીઝન

સાપ્તાહિક રજા

ર૪

કુલ દિવસ-ર૮

કુલ કલાક-૪૮

રેગ્યુલર એડાવાન્સ કોર્સ

૧ માસની બેઝીક તાલીમનું આગળ મુજબનું રીવિઝન

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં સીંગલ ડબલ્સ રાઈડ
ટ્રોટ ચાલમાં ડ્રીલ

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

ટુટી ફુટી જમીન પર વોક ટ્રોટ કેન્ટર ચાલની તાલીમ

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

બેરબેક (સેડલ વગર) સવારીની તાલીમ

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

ટ્રોટ કેન્ટર ચાલમાં બેરલ રેસની તાલીમ

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

ગેલોપીંગ ચાલની રીધમની જાણકારી તથા તાલીમ

દિવસ -૬
કલાક- ૧ર

સાપ્તાહિક રજા

કુલ દિવસ-૪ર
કુલ કલાક-૭ર

રેગ્યુલર સુપર કોર્સ

એડવાન્સનું કોર્ષનું રીવીઝન

દિવસ-૧ થી ૬ દિવસ ૮ થી ૯
કલાક- ૧૬

દિન ૭ માની રજા

કેવીલીટી તથા નોવીઝ જંપની તાલીમ

દિવસ-૧૦ થી ૧૩ દિવસ ૧પ
થી ૧૮ કલાક- ૧૬

દિન ૧૪ માની રજા

મીની ક્રૉસ કન્ટ્રીની તાલીમ

દિવસ-૧૯ થી ર૦ દિવસ રર
થી ર૭ કલાક- ૧૬

દિન ર૧ માની રજા
દિન ર૮ માની રજા

ઘોડેસવારીની ટ્રેઈલની તાલીમ

દિવસ-ર૯ થી ૩૪ દિવસ ૩૬
થી ૩૭ કલાક- ૧૬

દિન ૩પ માની રજા

ટેન્ટ પેગીંગની જાણકારી અને પ્રેકટીકલ તાલીમ

દિવસ-૩૮ થી ૪૧ દિવસ ૪૩
થી ૪૬ કલાક- ૧૬

દિન ૪ર માની રજા

પાણીમાં ઘોડેસવારીની તાલીમ

દિવસ-૪૭ થી ૪૮ દિવસ પ૦
થી પપ કલાક- ૧૬

દિન ૪૯ માની રજા
દિન પ૬ માની રજા

ડ્રેસેઝની નોર્મલ જાણકારી

દિવસ-પ૭ થી ૬ર દિવસ ૬૪ થી ૬પ
કલાક- ૧૬

દિન ૬૩ માની રજા

ટ્રુપ ડ્રીલની તાલીમ

દિવસ-૬૬ થી ૬૯ દિવસ ૭૧ થી ૭૪
કલાક- ૧૬

દિન ૭૦ માની રજા

સુપર કોર્ષનું રીવીઝન

દિવસ-૭પ થી ૭૬ દિવસ ૭૮ થી ૮૩
કલાક- ૧૬

દિન ૭૭ માની રજા
દિન ૮૪ માની રજા

૧૦

કુલ દિવસ-૮૪
કુલ કલાક-૧૪૪

ફાસ્ટ ટ્રેક કોર્સિસ ફાસ્ટ ટ્રેક બેઝીક કોર્સ

ઘોડાની સાઈકૉલૉજી તથા ફીજીકલ જાણકારી

ઘોડાની સેડલ આર્ટીકલ્સ જાણકારી

ઘોડાના સેડલ આર્ટીકલ્સ ઘોડાસર લગાવાની જાણકારી

ઘોડાને સામાન લગાવી ડીસ્માઉન્ટ હાલતમાં ઘોડા સાથે ચાલવાની જાણકારી

ઘોડા૫ર માઉન્ટ ડીસ્માઉન્ટની જાણકારી

સવારી બાદ ઉભાઘોડાને વોક ચલાવવા માટે મદદ આ૫વાની જાણકારી અને
ચાલ્યા ૫છી મદદ દુર કરવાની જાણકારી

વોક ચાલમાંથી ટ્રોટ ચાલ ચલાવાની મદદ

ટ્રોટ ચાલમાં ઘોડાની રીધમ સાથે રીધમ મીલાવી રાઈડીંગ કરવાની જાણકારી

ચાલતા ઘોડાને ઉભૉ રાખવાની મદદની જાણકારી

૧૦

એકરસાઈઝ ૫છી ઘોડાને થકાવટ દુર કરવાની તથા ઘોડાને ખૉરાક પાણી વીશેની જાણકારી

૧૧

ઉ૫ર મુજબનું રીવીઝન

૧ર

ટ્રોટ ચાલની ટેકનીક

૧૩

વોક ચાલ તથા ટ્રોટ ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

૧૪

સવારી સાથે એકસરસાઈઝ

૧૫

ઉ૫ર મુજબ બે વીકની તાલીમ ઉ૫રાંત ટ્રોડની આગળની ચાલ કેન્ટરની
ટેકનીક તથા ઘોડા સાથે કેન્ટરની રીધમ મેળવવાની જાણકારી

૧૬

કેન્ટર ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

૧૭

કેન્ટર ચાલમાંથી ટ્રોટ કરવાની જાણકારી

૧૮

ટ્રોટ ચાલમાં જીક જીકચાલ

૧૯

કેન્ટર ચાલમાં જીક જીક ચાલ

ર૦

ટ્રોટ ચાલમાં ડાયગ્નલ ચેન્જની ટેકનીકની જાણકારી તથા તેના ફાયદા
અને ડાયગ્નલ ચેન્જ નહી કરવા ના ગેરફાયદાની જાણકારી

ર૧

કેન્ટર ચાલમાં ૫ગ બદલવાની ટેકનીક તથા રીધમની જાણકારી

રર

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં ઘોડાને ચલાવાની તથા કંટ્રોલ કરવાની કરવાની જાણકારી

ર૩

ઉ૫રોકત તાલીમનું રીવીઝન

ર૪

કુલ દિવસ - ૧૮
કુલ કલાક - ૪૮
















ફાસ્ટ ટ્રેક એડવાન્સ કોર્સ

૧ માસની બેઝીક તાલીમનું આગળ મુજબનું રીવિઝન

દિવસ -૬
કલાક- ૧ર

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં સીંગલ ડબલ્સ રાઈડ ટ્રોટ ચાલમાં ડ્રીલ

દિવસ -૪
કલાક- ૧ર

ટુટી ફુટી જમીન પર વોક ટ્રોટ કેન્ટર ચાલની તાલીમ

દિવસ -૪
કલાક- ૧ર

બેરબેક (સેડલ વગર) સવારીની તાલીમ

દિવસ -૪
કલાક- ૧ર

ટ્રોટ કેન્ટર ચાલમાં બેરલ રેસની તાલીમ

દિવસ -૪
કલાક- ૧ર

ગેલોપીંગ ચાલની રીધમની જાણકારી તથા તાલીમ

દિવસ -૪
કલાક- ૧ર

કુલ દિવસ ૨૬
કુલ કલાક ૭ર

  • ફાસ્ટ ટ્રેક સુપર કોર્સ

એડવાન્સનું કોર્ષનું રીવીઝન

દિવસ-૬
કલાક- ૧૨

કેવીલીટી તથા નોવીઝ જંપની તાલીમ

દિવસ-પ
કલાક- ૧૫

મીની ક્રૉસ કન્ટ્રીની તાલીમ

દિવસ-૬
કલાક- ૧૮

ઘોડેસવારીની ટ્રેઈલની તાલીમ

દિવસ-૫
કલાક- ૧૫

ટેન્ટ પેગીંગની જાણકારી અને પ્રેકટીકલ તાલીમ

દિવસ-૬
કલાક- ૧૮

પાણીમાં ઘોડેસવારીની તાલીમ

દિવસ-પ
કલાક- ૧૫

ડ્રેસેઝની નોર્મલ જાણકારી

દિવસ-૬
કલાક- ૧૮

ટ્રુપ ડ્રીલની તાલીમ

દિવસ-૫
કલાક- ૧૫

સુપર કોર્ષનું રીવીઝન

દિવસ-૬
કલાક- ૧૮

૧૦

કુલ દિવસ ૫૦
કુલ કલાક ૧૪૪

સુપર ફાસ્ટ ટ્રેક કોર્સિસ

  • સુપર ફાસ્ટ ટ્રેક બેઝીક કોર્સ

ઘોડાની સાઈકૉલૉજી તથા ફીજીકલ જાણકારી

ઘોડાની સેડલ આર્ટીકલ્સ જાણકારી

ઘોડાના સેડલ આર્ટીકલ્સ ઘોડાસર લગાવાની જાણકારી

ઘોડાને સામાન લગાવી ડીસ્માઉન્ટ હાલતમાં ઘોડા સાથે ચાલવાની જાણકારી

ઘોડા૫ર માઉન્ટ ડીસ્માઉન્ટની જાણકારી

સવારી બાદ ઉભાઘોડાને વોક ચલાવવા માટે મદદ આ૫વાની જાણકારી
અને ચાલ્યા ૫છી મદદ દુર કરવાની જાણકારી

વોક ચાલમાંથી ટ્રોટ ચાલ ચલાવાની મદદ

ટ્રોટ ચાલમાં ઘોડાની રીધમ સાથે રીધમ મીલાવી રાઈડીંગ કરવાની જાણકારી

ચાલતા ઘોડાને ઉભૉ રાખવાની મદદની જાણકારી

૧૦

એકરસાઈઝ ૫છી ઘોડાને થકાવટ દુર કરવાની તથા ઘોડાને ખૉરાક પાણી વીશેની જાણકારી

૧૧

ઉ૫ર મુજબનું રીવીઝન

૧ર

ટ્રોટ ચાલની ટેકનીક

૧૩

વોક ચાલ તથા ટ્રોટ ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

૧૪

સવારી સાથે એકસરસાઈઝ

૧૫

ઉ૫ર મુજબ બે વીકની તાલીમ ઉ૫રાંત ટ્રોડની આગળની ચાલ કેન્ટરની ટેકનીક
તથા ઘોડા સાથે કેન્ટરની રીધમ મેળવવાની જાણકારી

૧૬

કેન્ટર ચાલમાં સીંગલ રાઈડ ડ્રીલ

૧૭

કેન્ટર ચાલમાંથી ટ્રોટ કરવાની જાણકારી

૧૮

ટ્રોટ ચાલમાં જીક જીકચાલ

૧૯

કેન્ટર ચાલમાં જીક જીક ચાલ

ર૦

ટ્રોટ ચાલમાં ડાયગ્નલ ચેન્જની ટેકનીકની જાણકારી તથા તેના ફાયદા અને
ડાયગ્નલ ચેન્જ નહી કરવા ના ગેરફાયદાની જાણકારી

ર૧

કેન્ટર ચાલમાં ૫ગ બદલવાની ટેકનીક તથા રીધમની જાણકારી

રર

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં ઘોડાને ચલાવાની તથા કંટ્રોલ કરવાની કરવાની જાણકારી

ર૩

ઉ૫રોકત તાલીમનું રીવીઝન

ર૪

સુપર ફાસ્ટ ટ્રેક એડાવાન્સ કોર્સ

૧ માસની બેઝીક તાલીમનું આગળ મુજબનું રીવિઝન

દિવસ -૬
કલાક- ૧ર

ફ્રી સ્ટાઈલ રાઈડીંગ સ્કુલમાં સીંગલ ડબલ્સ રાઈડ ટ્રોટ ચાલમાં ડ્રીલ

દિવસ -૭
કલાક- ૨૮

ટુટી ફુટી જમીન પર વોક ટ્રોટ કેન્ટર ચાલની તાલીમ

બેરબેક (સેડલ વગર) સવારીની તાલીમ

દિવસ -૮
કલાક- ૩ર

ટ્રોટ કેન્ટર ચાલમાં બેરલ રેસની તાલીમ

ગેલોપીંગ ચાલની રીધમની જાણકારી તથા તાલીમ

દિવસ -૬
કલાક- ૧ર

કુલ દિવસ ૨૧
કુલ કલાક ૭ર

સુપર ફાસ્ટ ટ્રેક સુપર કોર્સ

એડવાન્સનું કોર્ષનું રીવીઝન

દિવસ-૬
કલાક- ૧૨

કેવીલીટી તથા નોવીઝ જંપની તાલીમ

દિવસ-૩
કલાક- ૧૨

મીની ક્રૉસ કન્ટ્રીની તાલીમ

દિવસ-૩
કલાક- ૧૨

ઘોડેસવારીની ટ્રેઈલની તાલીમ

દિવસ-૫
કલાક- ૨૦

ટેન્ટ પેગીંગની જાણકારી અને પ્રેકટીકલ તાલીમ

દિવસ-૫
કલાક- ૨૦

પાણીમાં ઘોડેસવારીની તાલીમ

દિવસ-૫
કલાક- ૨૦

ડ્રેસેઝની નોર્મલ જાણકારી

દિવસ-૫
કલાક- ૨૦

ટ્રુપ ડ્રીલની તાલીમ

દિવસ-૫
કલાક- ૨૦

સુપર કોર્ષનું રીવીઝન

દિવસ-૫
કલાક- ૨૦

૧૦

કુલ દિવસ ૩૦
કુલ કલાક ૧૪૪

પ્રકરણ :
તાલીમ ફી

EXISTING FEE STRUCTURE

Students

Non Students

No. of Days

No. of hours

Fees

No. of Days

No. of hours

Fees

Basic

90

12

300

90

12

600

Advanced

90

45

900

90

45

900

PROPOSED FEES STRUCTURE

(1) Regular Course

Fees

Indian National
&
NRI'S

Foreign Nationals

Basic Course

28

48

2400 Rs

240$

Advance Course

42

72

3600 Rs

360$

Super Course

84

144

7200 Rs

720$

(2) Fast Track

Fees

Indian National
&
NRI'S

Foreign Nationals

Basic Course

18

48

2400 Rs

240$

Advance Course

26

72

3600 Rs

360$

Super Course

50

144

7200 Rs

720$

(3) Super fast Track

Fees

Indian National
&
NRI'S

Foreign Nationals

Basic Course

15

48

2400 Rs

240$

Advance Course

21

72

3600 Rs

360$

Super Course

39

144

7200 Rs

720$

પ્રકરણ : 4
પ્રવેશ પત્ર અને નિયમો

ઘોડેસવારીની તાલીમ માટેનું અરજી પત્રક

પ્રતિ,
પોલીસ અધિક્ષકશ્રી
,
ભાવનગર

વિષય :- ઘોડેસવારીની તાલીમ અંગે.

માનનીય મહોદયશ્રી,

સવિનય સાથ જણાવવાનું કે, ભાવનગર જીલ્લા પોલીસ દ્વારા માઉન્ટેડ યુનિટ, પેડોક ખાતે ઘોડેસવારીની તાલીમ શાળામાં તાલીમ મેળવવા ઈચ્છા ધરાવું છું.


મારો બાયોડેટા નીચે મુજબ છે

પુરૂ નામ

ઘરનું સરનામું ( ટેલીફોન નંબર સાથે )

ઓફીસ/ધંધાનું સરનામું (ટેલીફોન નંબર સાથે)

જો અભ્યાસ કરતા હોય તો ( શાળા/કોલેજનાં પ્રમાણપત્ર)

હાલની પ્રવૃતિ / વ્યવસાય

જન્મ તારીખ

વિશેષ નોંધ

મારી ઉપરોકત અરજી ઘ્યાને લઈ મને ઘોડેસવારીની તાલીમ મળવા માટે સબંધીત અધિકારી તરફ યોગ્ય હુકમ થવા વિનંતી છે.

અરજદારની સહી


મારફતે : પો.સ.ઈ.શ્રી., માઉન્ટેડ શાખા, ભાવનગર

અરજદાર શ્રી..................................................................તરફથી તાલીમ માટે માહે........... ની ફી પેટે રૂ............... અંકે રૂપિયા ................ મળતા જેની પહોચ નંબર ............... તારીખ........................ થી ઈસ્યુ કરેલ છે.

પો.સ.ઈ.
માઉન્ટેડ શાખા
ભાવનગર

IDENTITY FORM FOR HORSE RIDING CLASSES

My Son / Daughter Name........................................................................... has been permitted by me to join the horse riding classes run by the Police Department at my own risk and responsibility. In the event of any accident of any nature whatsoever neither the Police Department or any member of the Police Force or any other person connected with the riding school will be held responsible in any way.

BHAVNAGAR


NAME :..............................................
DATE : / /200
Guardian's Signature .........................

IDENTITY FORM FOR HORSE RIDING CLASSES

I am joining the horse riding classes run by the Police Department at my own risk and responsibility. In the event of any accident of any nature whatsoever neither the Police Department or any member of Police Force of any other person connected with the riding school will be held responsible in any way.

BHAVNAGAR


NAME :..............................................
DATE : / /200
Applicant's Signature ........................

ભાવનગર ખાતેની અશ્વ તાલીમ શાળાની તાલીમાર્થી માટેનાં નિયમો

૧) અશ્વ તાલીમ લેનારે માથા પર હેલ્મેટ પોતાનો પહેરવાનો રહેશે.

ર) રાઈડીંગ કરતી વખતે બીઝીસ અથવા જીન્સનું લાંબુ પેન્ટ તથા પગમાં બુટ પહેરવાના રહેશે.

૩) તાલીમાર્થીઓને શિસ્તનું પાલન કરવાનું રહેશે.

૪) સબ.ઈન્સ.શ્રી જે પ્રમાણે સુચના આપે તે રીતે જ વર્તવાનું અને કામ કરવાનું રહેશે.

પ) રાઈડીંગ સ્કુલમાં દેકારો કે મોટા અવાજ કારણ વગરનો વાર્તાલાપ કરવો નહી.

૬) તાલીમાર્થીએ રાઈડીંગ સ્કુલમાં આવ્યા બાદ કે ઘોડા ઉપર બેઠા પછી બીડી, સીગારેટ, પાન, તથા ધુમ્રપાન કરવું નહી નશીલી ચીજવસ્તુનો સેવન કરવું નહી.

૭) કોઈપણ તાલીમાર્થી ગેરશિસ્ત કે ગેરવર્તન કરી શકશે નહી જો તેમ કરશે તો વગર નોટીસે છુટા કરવામાં આવશે.

૮) તાલીમાર્થી સવારે ૭-૦૦ કલાક૦૮-૩૦ ૧, , ૩ પીરીયડ ૩૦ મીનીટ લેખે રાખવામાં આવશે તાલીમાર્થીઓની પીરીયડ પ્રમાણે વહેંચણી કરવામાં આવશે તાલીમાર્થીએ પોતાનાં પીરીયડમાં જ રાઈડીંગ માટે હાજર રહેવાનું રહેશે. તેને સોપેલ,પીરીયડ પછી આવશે તો તે દિવસે રાઈડીંગ કરી શકશે નહી તે પ્રમાણે ૧૭-૦૦ વાગ્યાથી ક.૧૮-૦૦ સુધી બે પીરીયડ ૩૦ મીનીટ એક પીરીયડ લેખે રાખવામાં આવશે.

૯) અશ્વતાલીમ માટે આવનારે ટીટનશનું ઈન્જેકશન લેવું ફરજીયાત હોય તે અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૧૦) કોઈપણ તાલીમાર્થી ઘોડા સાથે અજુગતો વ્યવહાર પણ કરી શકશે નહી.

૧૧) ઘોડા સાથે જે કામ શીખવવામાં આવે તે રીતે જ કામ કરવાનું રહેશે પોતાની મરજીથી ઘોડા સાથે કોઈ કામ કરી શકશે નહી.

૧ર) તાલીમાર્થીએ વિદ્યાર્થી કે વિદ્યાથીર્ની પુરૂષ કે સ્ત્રી હોય શકે જેથી આ અંગે દરેકે શિસ્તથી જ વર્તવાનું રહેશે.

૧૩) રાઈડીંગ સ્કુલમાં પોલીસ, અધિકારીશ્રીઓ પધારે તે વખતે શિસ્તથી ઉભા રહેવાનું રહેશે.

૧૪) રાઈડીંગ સ્કુલમાં કોઈ ઠઠ્ઠા મશ્કરી કરી શકશે નહી.

૧પ) તાલીમ અંગે કોઈ પ્રશ્ન થાય તો અથવા કોઈ મુશ્કેલી હોય તો માઉન્ટેડ પો.સ.ઈ.ને જણાવવું.

૧૬) રાઈડીંગ કલબ માટેની ફી નું ઘોરણ વિદ્યાર્થી માટે રૂ.૧૦૦/- રહેશે અને બીજાઓ માટે રૂ .ર૦૦/- રહેશે. આ બેઝીક કોર્ષની ફી નું ઘોરણ છે.

૧૭) વિદ્યાર્થી તાલીમાર્થીએ સ્કુલનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૧૮) એડવાન્સ કોર્ષ માટે ફી નું ઘોરણ વિદ્યાર્થીઓ માટે રૂ .ર૦૦/- રૂપિયા બીજા માટે રૂ .૩૦૦/- નું રહેશે.

૧૯) બેઝીક કોર્ષ ત્રણ માસ માટે રહેશે અને એડવાન્સ કોર્ષ બેઝીકનાં ત્રણ માસ પુરા કર્યા પછી ત્રણ માસ માટે રહેશે.

ર૦) તાલીમાર્થીએ પોતે અને વાલીએ બાહેધરીખત ભરવાનાં રહેશે.

ર૧) રાઈડીંગ દરમ્યાન કોઈપણ તાલીમાર્થીએ કોઈપણ ઈજા કે નુકશાન થશે તો તેની જવાબદારી તેની પોતાની રહેશે.
આ માટે રાઈડીંગ સ્કુલની કંઈ પણ જવાબદારી રહેશે નહી.

રર)તાલીમાર્થીએ પોતાની ફી અને બીજા ફોર્મ માઉન્ટેડ પો.સ.ઈ.ની કચેરી પેડોક ઈન્ડસ્ટ્રીયલ જવેલ્સ રોડ ભાવનગર દુધ ડેરીની પાછળ આવેલ